ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે દિયોદર ખાતે વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિયોદર ખાતે વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ
  • બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે યોજાઈ પ્રેસ મીટ 
  • સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત

પાલનપુર, 14 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા રાષ્ટ્રને આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે 13 મી જાન્યુઆરીના રોજ પ્રેસ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે. ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કો ઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહ મંત્રીની સૂચના હતી. જેથી દેશના અને ખેડૂતોના નાણાં દેશમાં રહે, ખેડૂતો પાસે રહે, આ માટે એક નવા મોડેલની શરૂઆત કરવામાં આવી છે, જેનું અમલીકરણ દેશભરમાં કરવામાં આવશે. તેમજ, દેશી ગાય, ભેંસ ની નસ્લ સુધારણા અને ગૌ સંવર્ધન માટે 200 વિઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ અને બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન મળે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ પણ મળશે.

બનાસ બેન્કના ચેરમેન સવસી ચૌધરીએ પાલનપુર ખાતે બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ, ખેડૂત ટ્રેનીંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઈલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ, બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ અને બનાસ ડેરીનાં સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા, અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઈક્રો ATM અને કિસાન ક્રેડીટ કાર્ડ (KCC-પશુપાલન) અંગે માહિતી આપી હતી.

પાલનપુર-humdekhengenews

પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા ગુજરાત બહાર બનાસ ડેરીનાં પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશનાં સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં સહકારી મંત્રાલયે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે.

બાદરપુરા સંકુલમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે પ્રતિદિવસની ૫૦ મેટ્રિક ટન ક્ષમતા સાથે ઘઉંના આટા પ્લાન્ટ ખેડૂતોના સર્વાંગી વિકાસનું એક સીમાચિહ્નરૂપ બની રહેશે. આ ઉપરાંત, બનાસ બેન્કના મેનેજીંગ ડિરેક્ટર માધા પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયન્તી કવાડિયા, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સોનિયા ગાંધી પર કરેલી ટિપ્પણી અંગે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી વિરુદ્ધ નોંધાયો કેસ

Back to top button