આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ
- લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો
- બપોરે 4 વાગ્યા આસપાસ અમિત શાહ અમદાવાદ આવશે
- અમિત શાહ લોકસભા વિસ્તારમાં ચૂંટણી લક્ષી રિવ્યૂ લેશે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં અમદાવાદના નરોડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. તેમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. જેમાં બપોરે 4 વાગ્યા આસપાસ અમિત શાહ આવશે. તેમજ અમદાવાદમાં અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક કરશે. તથા લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે. અમિત શાહ લોકસભા વિસ્તારમાં ચૂંટણી લક્ષી રિવ્યૂ લેશે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં 400થી વધુ લોકોને થયુ ફૂડ પોઈઝનિંગ
લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો
ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહ્યા છે. જેમાં, ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે હસમુખ પટેલને ફરી ટિકીટ આપી
આજે સાંજે અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. નરોડા વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો મતવિસ્તાર છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હસમુખ પટેલને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. તથા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે હસમુખ પટેલને ફરી ટિકીટ આપી છે.