શંકર ચૌધરીને MLA બનાવો મોટા પદની જવાબદારી અમારી: અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠાના થરાદમાં સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ થરાદના ઉમેદવાર શંકર ચૌધરીના પ્રચાર માટે આવેલ અમિત શાહએ જનસભા સંબોધતા કહ્યુ હતુ કે, શંકરભાઈને તમે ધારાસભ્ય બનાવો, મોટા માણસ બનાવવાનું કામ પાર્ટીનું. ત્યારે આ વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરીને મોટું પદ આપવા જઈ રહી છે કે કેમ !

આ પણ વાંચો:દાહોદમાં એક જ દિવસમાં કોંગ્રેસ, BTP અને AAPના ઉમેદવાર ભાજપમાં
સરકાર બની તો શંકર ચૌધરીને મળી શકે છે મોટું પદ
થરાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ જન સંબોધન કરતા જણાવ્યું હતું કે “તમે મત આપીને શંકરભાઈ ને ધારાસભ્ય બનાવો, બાકી મોટા માણસ બનાવવાનું કામ પાર્ટી કરી નાખશે” આમ અમિત શાહે આડકતરી રીતે શંકરભાઈ ચૌધરી ને મોટા પદે બિરાજમાન કરવાનો સંકેત આપી દીધો છે. થરાદની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમને અમિતશાહ એ સંબોધન કરી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાનું પાણી, બનાસ ડેરીનો વિકાસ સુરક્ષા, અંબાજી યાત્રાધામ નો વિકાસ જેવા અનેક મુદ્દાઓ અંગે વાત કરી હતી.
થરાદ (બનાસકાંઠા)ની જનસભામાં ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધન. #તમારો_વોટ_એજ_ભાજપનો_વટ https://t.co/rum57F5Ey8
— Amit Shah (@AmitShah) November 22, 2022
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના પ્રચારકો ધ્વારા ગુજરાતભરમાં પ્રચારની કામગીરી આરંભી દીધી છે. ત્યારે ભાજપના સ્ટાર એવા અમિત શાહએ આજે થરાદમાં સભા સંબોધી હતી. તેમજ આ સભા દરમિયાન તેમણે આડ-કતરી રીતે શંકર ચૌધરીને મોટું પદ સોંપવાના સંકેતો આપ્યા હતા.