કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના વિવિધ શહેરોમાં સભા ગજવી રહ્યાં છે. તેવામાં આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવસારીમાં સભા ગજવશે. વાંસદાના ઉનાઇમાં અમિત શાહની મુલાકાતને લઇ તૈયારી શરૂ કરવામાં આવી છે. ઉનાઈ ખાતેથી અમિત શાહ બે યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. અમિત શાહ ઉનાઇથી યાત્રા શરુ કરાવવાના છે.
ગૃહમંત્રી અમિત શાહ બે જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે
જેમાં તારીખ 13 એક્ટોબર 2022 માં કાર્યક્રમ 1માં ઝાંઝરકામાં સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન મંદિર દર્શન તેમજ પૂજન કરશે. તેમજ ઝાંઝરકામાં ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. તથા ઉનાઈ માતાના મંદિર ખાતે દર્શન-પૂજા કરશે. તેમજ ઉનાઈથી ગૌરવ યાત્રા પ્રસ્થાન કરાવશે. તેમજ વિશાળ જનસભાને સંબોધિત કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા સવારે 11 કલાકે બહુચરાજી માતાના મઢથી પ્રારંભ કરવામાં આવી છે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ બે જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે.
ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું
ગૃહપ્રધાન અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સભા સંબોધશે. ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી 5 કેન્દ્રીય પ્રધાનોને આપવામાં આવી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાંથી 50 હજારથી વધુ લોકો ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે હાજર રહેશે. ત્યારે અમિત શાહની મુલાકાતને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.