અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કાલે શનિવારે અમદાવાદ આવશે, જાણો શેડ્યુલ

Text To Speech

અમદાવાદ, 6 ડિસેમ્બર : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આવતીકાલે અમદાવાદના પ્રવાસે છે. જેના અંતર્ગત તેઓ આજે શુક્રવારે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને કાલે શનિવારે ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સાત ડિસેમ્બરના રોજ પ્રથમ કાર્યક્રમ સિંધુ ભવન રોડ પર આવેલ અને બોડકદેવ ખાતે તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણનો છે. જે પ્રસંગમાં તેઓ હાજરી આપશે. આમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અમિત શાહ અમદાવાદવાસીઓને ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમાં ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી, પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી, ડેન્ટલ અને પેથોલોજી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં આપશે હાજરી

ઉપરાંત બીજા કાર્યક્રમમાં BAPS સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શહેરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવાનો છે. જેમાં BAPS દ્વારા આધુનિક ટેકનોલોજી યુક્ત 1800 લાઈટ, 30 પ્રોજેક્ટર અને 2000થી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સના વિરલ સમન્વયનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે.

સાથે સાથે સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવી કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિવસે ભાવાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં BAPSનો આ સમગ્ર કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાનો છે.

સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં પણ આપશે હાજરી

આ ઉપરાંત વધુ એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહભાગી થવાના છે. આમ અમદાવાદમાં આયોજિત મુખ્ય ત્રણ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાના છે. આ ત્રણેય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. જેમાં એક દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો :- ગાંધીનગર ખાતે GIDB અને SEBI દ્વારા InvITs/REITs અને મ્યુનિ.ડેબ્ટ સિક્યુ. પર વર્કશોપનું આયોજન

Back to top button