કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં, ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
- ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
- બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે
- બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો , ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે. જેમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરુ કર્યો છે. દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજાવાની છે. તથા બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો , ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે.
મેમનગરમાં અમિત શાહની જનસભા યોજાઇ
મેમનગરમાં અમિત શાહની જનસભા યોજાઇ છે. જેમાં જય શ્રી રામના નારા સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતુ. તેમજ જણાવ્યું છે કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે. ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાત: મહેસાણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 8 પાસ નકલી ડોક્ટર ઝડપાયો
ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રચારની તૈયારી કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગાંધીનગર બેઠક પરથી સાંસદ અને કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે અમદાવાદમાં મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કર્યા છે. આ સાથે જ તેઓ પોતાના મતક્ષેત્ર ગાંધીનગર સહિત ગુજરાતમા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યો છે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવી આંધ્રપ્રદેશથી બદામ કેરી, ભાવ પણ ઓછો
બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે
બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. તેમજ તેમની સાથે ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે. નોંધનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે અમદાવાદમાં રૂ.3012 કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આથી, ભાજપના કાર્યકરોમાં આગામી એક-બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રર્વતી છે.