અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી
- અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા
- મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે
- આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી છે. જેમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નીજ મંદિર આવી ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી છે. જેમાં મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા
અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ રહી છે. જેમાં નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. તેમજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં ભાગ લેવા આવ્યા છે. જેમાં મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેમજ રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે.
સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે
રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદવિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પણ હાલ રાજ્યના મુખ્યમંત્રી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિંદ વિધી કહેવાય છે.