ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. સૌ કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં બહુમતી મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં આટાફેરા વધારી દીધા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે અમિત શાહે અમદાવાદમાં આજે સવારે ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.
ભાડજ ખાતે નવા બનેલા ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ
શહેરના ભાડજ સર્કલ પર બનેલા સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. જેના લીધે રોજના હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી હતી. આ બ્રિજના નિર્માણથી ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રોડ પરિવહનની ઝડપ વધશે.