નેશનલ

ગૃહમંત્રી અમિત શાહએ નીતિશ કુમાર પર સાધ્યુ નિશાન, કહ્યું તે સ્વાર્થની રાજનીતિ રમી રહ્યા છે

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બિહારની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે બિહારના પૂર્ણિયામાં અમિત શાહે સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સીએમ નીતિશ કુમારની રાજનીતિ સ્વાર્થની રાજનીતિ છે. તેમણે જ્યોર્જ ફર્નાન્ડિસ, ભાજપ સહિત ઘણાને દગો આપ્યો છે. એક દિવસ તે લાલુનો પણ સાથ છોડીને કોંગ્રેસમાં ચાલ્યા જશે. જ્યોર્જના ખભા પર બેસીને તેમણે સમતા પાર્ટીની રચના કરી અને જ્યોર્જની તબિયત બગડતાં તેમણે તેને હટાવી દીધી. તેમજ શરદ યાદવ સાથે પણ છેતરપિંડી કરી. પછી પહેલીવાર ભાજપ સાથે દગો કર્યો,અને પછી પીએમ બનવાની લાલસામાં ભાજપ સાથે દગો કરીને લાલુ યાદવની સાથે જોડાઈ ગયા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને મળ્યા બાદ ગેહલોતનો ઈશારો: પ્રમુખ પદ માટે છોડશે CM પદ્

અમિત શાહ શુ કહ્યું?

અમિત શાહએ બિહારમાં કહ્યું હતુ કે, “મારા આવવાથી લાલુ નીતીશની જોડીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેઓ કહે છે કે હું ઝઘડા કરવા આવ્યો છું. પણ હું કોઈ ઝઘડો કરવા નથી આવ્યો. નીતિશ તો લાલુની સાથે મળી ગયા છે, પણ અમે વિકાસ અને સેવાની રાજનીતિના પક્ષમાં છીએ. અમિત શાહે તેમ પણ કહ્યું કે હું બધાને કહેવા આવ્યો છું ડરશો નહીં લાલુ નીતિશની જોડી આવી હશે. પણ ઉપર મોદીજીની સરકાર છે, સીમાંચલમાં મનમાની કરવાની કોઈની હિંમત નથી.

પીએમ બનવા માટે, નીતિશ બાબુ (જેઓ કોંગ્રેસ વિરોધી રાજકારણમાંથી જન્મ્યા હતા) આરજેડી અને કોંગ્રેસમાં ભળી ગયા છે. શું નીતીશ સત્તાના હિતમાં પક્ષપલટો કરીને PM બની શકે છે, શું બિહારમાં સરકાર ચાલી શકે છે? લાલુએ પણ સમજવું જોઈએ કે નીતિશ તેમને પણ દગો આપશે અને અંતે કોંગ્રેસના પક્ષમાં ચાલ્યા જશે.
જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બિહારની બે દિવસીય મુલાકાતે છે. બિહારમાં સરકારમાંથી બહાર થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતાની બિહારની આ પ્રથમ મુલાકાત છે.

બિહારમાં ભાજપની સરકાર બનવી જોઈએ

શાહે ઉપસ્થિત લોકોને કહ્યું કે અત્યાર સુધી તમે બિહારમાં ભાજપની લંગડી સરકાર બનાવી છે, 2025માં તમારે તમારા પગ પર સરકાર બનાવવાની છે. નીતિશ અને લાલુજીએ એકવાર કહ્યું હતું કે કલમ 370 હટાવી દેવામાં આવી, મોદીજીએ સારું કર્યું. તમારામાં આવું કહેવાની હિંમત નથી.

Back to top button