ગુજરાત

આજથી ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

Text To Speech

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને રીઝવવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે તો સાથે જ તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

amitshah- hum dekenge
આજરોજને 10 કલાકે અમિત શાહ અમદાવાદમાં આવી પહોચશે

મતવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે:

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવવાના છે. જો વિગતે વાત કરીએ તો 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. સવારે 9 વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં હાજરી આપશે. તો બપોરે 1 વાગે બાવળા ખાતે APMCના સંમેલનમાં હાજરી આપશે. ઉપરાંત ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.

કલોલમાંહોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાવશે:

27 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરના (Gandhinagar) કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છે તો 27 સપ્ટેમ્બરે પોતાના વતન માણસાની મુલાકાત લેશે. તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે.

મળતી માહિતી મુજબ આજરોજને 10 કલાકે અમિત શાહ અમદાવાદમાં આવી પહોચશે. ત્યારબાદ સોમવારે ભાડજ સર્કલ ખાતે 73.33 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. તેમજ પંડિત દિમદયાળ ઉપાધ્યાય મિલન કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. જે બાદ રાજકીય બેઠકો યોજી સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજશે. અને બિજા દિવસ મંગળવારે પોતાના કૂળદેવીના દર્શને જશે.

આ પણ વાંચો: ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર ઝુંબેશ શરૂ, CM અમદાવાદ સહિત બનાસકાંઠાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

Back to top button