વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે બનાસકાંઠામાં મહત્ત્વની બેઠક કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાલનપુર પહોંચ્યા છે. જેમાં અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે. તેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ અમિત શાહનું સ્વાગત કર્યું છે. તથા અમિત શાહની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે બેઠક થવા જઇ રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બનાસકાંઠાની મુલાકાતે છે. જેમાં પાલનપુર મોરીયા મેડિકલ કોલેજમાં ભાજપની બેઠક છે. તેમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તેમજ બેઠકમાં CM, સીઆર પાટીલ હાજર રહ્યાં છે. અને ઉત્તર ઝોન અને કચ્છના આગેવાનો પણ હાજર છે. તથા વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મહત્વની આ બેઠક મહત્ત્વની રહેશે.
અમિતશાહની આગેવાનીમાં ભાજપની મહત્વની બેઠક
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બનાસકાંઠાની મુલાકાતે છે. જેમાં પાલનપુરના મોરીયા મેડિકલ કોલેજ ખાતે અમિતશાહની આગેવાનીમાં ભાજપની મહત્વની બેઠક યોજાવાની છે. તેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, સીએમ ભુપેન્દ્ર પટેલ સહીત ઉત્તર ઝોન તેમજ કચ્છ જિલ્લાના અપેક્ષિત લોકો બેઠકમાં હાજર છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ બેઠક યોજાઈ રહી હોવાનું ચર્ચા થઇ રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે
હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચૂંટણી હજી જાહેર થઈ નથી. ત્યારે ગુજરાતમાં હજી કેન્દ્રીય નેતાઓના પ્રચાર ચાલી રહ્યાં છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી પણ ફરીવાર 31 ઓગસ્ટે ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે. તેવામાં આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બનાસકાંઠાની મુલાકાતે છે.