કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોની લીધી મુલાકાત

Text To Speech

શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે જિલ્લામાં બારે તારાજી સર્જાઈ હતી. ત્યારે . ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા.કચ્છમાં અમિત શાહ જખૌ અને માંડવીની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.

અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું

મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી વધારે અસર થઈ છે. ત્યારે કચ્છના વિસ્તારમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.  તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

માંડવી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની લીધી મુલાકાત

કચ્છમાં હવાઈનિરિક્ષણ કર્યા બાદ અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા માંડવી હૉસ્પિટલ પહોંચ્યા હતા. અને એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા.

NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા હતા.

અમિતશાહ ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે

જાણકારી મુજબ અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. જાણકારી મુજબ નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5 કલાકે ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે . જાણકારી મુજબ કચ્છની મુલાકાત લીધા બાદ અમિતશાહ અમદાવાદ પણ આવી શકે છે.

 આ પણ વાંચો : બિપરજોયની અસર : ભારે પવનને કારણે ધાબા પરથી ટાંકી ઉડીને યુવકના માથા પર પડી, પછી શું થયું જૂઓ

Back to top button