હું જયારે પણ તણાવમાં હોઉં પ્રમુખ સ્વામી પાસે જઈને ચિંતા મુક્ત થતો: અમિત શાહ
અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા છે અને પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી છે. ગઇકાલે PM મોદીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું હતુ. તેમજ અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે, આ મહોત્સવમાં સર્વત્ર દિવ્યતાની અનુભૂતિ થઇ રહી છે. આ મહોત્સવની મુલાકાત માત્રથી શાંતિની અનુભૂતિ થશે. આજે અહીંયા અનેક ઉદ્યોગપતિ ઉપસ્થિત છે. એ સૌ એ પ્રમુખ સ્વમજી મહારાજનું માનવતાનું કામ જોયું છે. અહીંયા જે ભવ્ય નગરી તૈયાર કરવામાં આવી છે તે અલૌકિક છે. હું આ ભૂમિ જોઈને અચંબિત થઇ ગયો છું. આ જગ્યાને મેં ખેતરમાં જોયી હતી અને આજે અહીંયા એક નગરી છે.
આ પણ વાંચો: સાવચેત રહેજો: રાજ્યમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરતી બાળકોની ગઠિયા ગેંગ સક્રિય
Speaking at the programme to mark the HH Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. https://t.co/qHAIP5RI3n
— Amit Shah (@AmitShah) December 15, 2022
પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના અંગત અનુભવો વર્ણવ્યા
આજે ખરેખર અહીંયા શાંતિ અને દિવ્યતા અનુભાઈ રહી છે. મને આમંત્રિત કરવા બદલ BAPS સંતોનો હું આભાર માનું છું. આ મહોત્સવમાં ભારતની સંસ્કૃતિ અને ગુરુ તથા સંતોની પરંપરાને ખુબ જ સરસ રીતે વર્ણવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના અંગત અનુભવો વર્ણવતા અમિત શાહે જણાવ્યું હતું કે, મારા જીવનના દરેક ઉતાર ચઢાવમાં પ્રમુખ સ્વામીનો મને અચૂક ફોન આવતો. હું જયારે પણ તણાવમાં હોઉં પ્રમુખ સ્વામી પાસે જઈને ચિંતા મુક્ત થતો હતો. તેમનું વ્યક્તિત્વ ખરેખર પ્રેરણાદાયી હતું. તેઓ માનવતાને વરેલા વિભૂતિ હતા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે હું કેટલીય ઉપાધિઓ અને સમસ્યાઓ લઈને તેમની પાસે જતો અને ત્યાંથી હું શાંતિ અને ચેતનાને લઈને પાછો ફરતો. પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન માનવતા, શાંતિ અને સંન્માર્ગને એક એક વ્યક્તિ સુધી પહોંચાડવામાં મહેનત કરી.
સહજાનંદ સ્વામીએ આ પૃથ્વીના અનેક જીવો પર ઉપકાર કર્યો
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ચીર પુરાતન ભારતીય જ્ઞાન પરંપરા, વેદો – ઉપનીષદો અને તેના જટિલ જ્ઞાનને સરળ કરવા માટે આ આખી જ્ઞાન પરંપરાની યાત્રાને સરળ સ્વરૂપે શિક્ષાપત્રી સ્વરૂપે આપીને ભગવાન સ્વામીનારાયણ, સહજાનંદ સ્વામીએ આ પૃથ્વીના અનેક જીવો પર ઉપકાર કર્યો છે. આજે તમે આ BAPSની કાર્યશૈલી જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહિયાં કેટલી શિસ્ત છે. શિસ્ત બદ્ધ રીતે માનવતાનું કાર્ય અવિરતપણે ચાલતું રહે એ ખરેખર પ્રશંશનીય છે.
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડી ઘટી : અમદાવાદના તાપમાનમાં પલટો આવ્યો, જાણો શું છે કારણ
1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે
અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઇ છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થયો છે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.