કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ CM ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પ્રજાજનો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

અમદાવાદ, 14 જાન્યુઆરી, 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે મકરસંક્રાંતિ નિમિત્તે અમદાવાદમાં પ્રજાજનોની સાથે ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સાથે સહભાગી થયા હતા.

મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.
ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે અમદાવાદના મેમનગરમાં આવેલ શાંતિનિકેતન સોસાયટી ખાતે સ્થાનિકોની જોડે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી, અને સૌને ખુશીના આ પર્વની શુભકામનાઓ પાઠવી.
સોસાયટીના સભ્યોએ શાંતિનિકેતન સોસાયટીને… pic.twitter.com/q4yPqopZ2e
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 14, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરો તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ શું iPhone હૅક થઈ શકે? એક નિષ્ણાતના ખુલાસાથી યુઝરોમાં ચિંતા
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD