એજ્યુકેશનગુજરાતમધ્ય ગુજરાત

સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નુું આયોજન

Text To Speech

ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભીઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત એ ઉત્સાહ અને મનોરથોને સિધ્ધ કરનારી ભૂમિ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

સ્વ-ભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શીખરો સુધી લઈ જવાનો સંકલ્પ
બાળકોને સ્વ-ભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી ૨૫ વર્ષમાં પોતાની સ્વ-ભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શીખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. આપણી સ્થાનિય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃધ્ધ ભાષાઓ છે. હિન્દી એ આમજનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે. તેમ તેમણે જણાવ્યું હતું.મણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ધડવામાં આવી છે. મેડીકલ, વિજ્ઞાન, તકનીકી, ઈજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારત કરવામાં આવ્યું છે. આ શિક્ષાનીતિથી આગામી સમયમાં ભાષાઓના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

“भारत के भाल की बिंदी है हिन्दी”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે ’भारत के भाल की बिंदी है हिन्दी‘ એમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એ એકતાના પ્રતિક સમાન છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ હિન્દી દિવસની ઉજવણી માટે ગુજરાતને યોગ્ય સ્થળ ગણાવતાં ઉમેર્યુ હતું કે ગુજરાતમાં ૧૯મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના પ્રચારઅર્થે સત્યાર્થપ્રકાશ પુસ્તકની રચના હિન્દીમાં કરી હતી. ગુજરાતી અને હિન્દીએ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ છે. ગુજરાતી સાહિત્ય પણ હિન્દી સાથે જોડાયેલું છે. શબ્દો અને લિપીમાં પણ સમાનતા જોવા મળતી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હિન્દી અને ગુજરાતી સંસ્કૃત ભાષા કૂળમાંથી આવેલી ભાષા છે. આપણી સૌની માતૃભાષા ભલે અલગ હોય પણ રાજભાષા તો એકજ છે. આ ભાવના જ વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને અનેકતામાં એકતાથી સાકાર કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

હિન્દી શબ્દ સિંધુ’ અને ‘કંથસ્થ.૨.૦’નું લોકાર્પણ 
આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીના હસ્તે ‘હિન્દી શબ્દ સિંધુ’ (સંસ્કરણ-૧) શબ્દકોશ તથા વિશ્વ સ્તરીય અનુવાદન ટુલ ‘કંથસ્થ.૨.૦’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.આ અવસરે મંત્રીઓના હસ્તે રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન માટે રાજભાષાકિર્તિ અને ગૌરવ પુરસ્કારો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારત સરકારના રેલ્વે, આયુષ મંત્રાલય, સરકારી બેંકોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ રાજય મંત્રીશ્રી રાજકુમાર રંજન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિથ પ્રામાણિક, કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રીશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વાહનવ્યવહાર મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી, કૃષિ અને ઉર્જામંત્રી રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા, રાજભાષાના સચિવશ્રી અસુલી આર્યા, સંસદીય રાજભાષા સમિતિના ઉપાધ્યક્ષ ભર્તુહરિ મહતાબ, ધારાસભ્યશ્રીઓ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, બેંકના પ્રતિનિધિશ્રીઓ સહિત દેશભરના હિન્દી વિદ્વાનો ઉપસ્થિત રહેશે.

Back to top button