ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય : તમામ રાજ્યોએ કોરોના સામે લડવા માટે ‘ફાઇવ ફોલ્ડ સ્ટ્રેટેજી’ અપનાવવી જોઈએ

Text To Speech

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તનની ‘ફાઇવ ફોલ્ડ સ્ટ્રેટેજી’ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાની સલાહ આપી હતી. વધુમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અમે કોવિડ-19ની સજ્જતા જોવા માટે બીજી મોક ડ્રીલ પણ હાથ ધરીશું. ટૂંક સમયમાં તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે.

નોટિફિકેશન અનુસાર, દેશમાં રસીના કુલ 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થવાના કોઈ પુરાવા નથી. સાવચેતી તરીકે ડોઝ વધારવો જોઈએ. નિવેદનમાં જણાવાયું છે કે, તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીના કેસોની લેબોરેટરી સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની જરૂર છે. મંત્રાલયે રાજ્યોને આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 માટે આવશ્યક દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. આ ઉપરાંત, રાજ્યોને જરૂરી બેડ અને આરોગ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મિશન 2024 ! ભાજપે રાજસ્થાન સહિત ચાર રાજ્યોના પ્રમુખ બદલ્યા, જાણો કોને મળી જવાબદારી ?

ઉલ્લેખનીય છે કે દેશમાં વર્ષના આરંભેથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી સમગ્ર મામલે ચર્ચા કરી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.

Back to top button