ચીનમાં સતત વધી રહેલ કોરોનાના કેસને લઈને કેન્દ્ર સરકાર લોકોને સતર્ક થઈ જવાની સલાહ આપી છે. ચીનમાં સહિત અન્ય ઘણા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારત સરકારે પણ દેશમાં તકેદારી વધારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક યોજી હતી જે બાદ કોરોનાને લઈને એડવાઈઝરી જાહેર કરતા વી.કે પોલે જણાવ્યુ હતુ કે દેશમાં ફરીથી માસ્ક લાગુ કરવામાં આવ્યા છે. તેમજ ભીડવાળા વિસ્તારમાં અચૂક પણે માસ્ક પહેરીને જવા જણાવ્યુ છે.
દેશમાં ફરીથી માસ્ક લાગુ
ચીનમાં ફરિ કોરોનાના કહેરને લઈને સરકાર સતર્ક બની છે. ત્યારે કોરોનાના ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે, ગભરાવાની કોઈ જરુર નથી પણ ભીડભાડવાળા વિસ્તારોમાં જતા અંદર અને બહાર માસ્ક પહેરો. આ ઉપરાંત જેમને બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે લઈ લેવા જણાવ્યુ છે.
આ પણ વાંચો; રાજ્યમાં કોરોનાને લઇને તંત્ર એલર્ટ, ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કોરોના મુદ્દે કરાઈ ચર્ચા
ગંભીરતાને જોતા એડવાઈઝરી જાહેર કરાઈ
આ સાથે આજની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર બેઠક યોજવામાં આવી હતી જેમાં મોનિટરિંગ વધારવા, ટેસ્ટિંગ વધારવા, અને રસીકરણનો વ્યાપ વધારવામાં આવશેનુ જણાવાયુ છે. તેમજ નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ મુકવામાં નહી આવે અને દર અઠવાડિયે એક બેઠક યોજવા અંગે જણાવ્યું હતુ .