ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોઇને થયા પ્રભાવિત

Text To Speech
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી
  • સ્ટેચ્યુ ઑફ યુનિટીના વંદન કર્યાં અને પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી અંદરની હાઈ સ્પીડ લિફ્ટ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી સુધી લઈ જાય છે, તે એક અજાયબી છે

નર્મદા : નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભારતના નિર્માણ થકી અનેક સિધ્ધિઓ પ્રાપ્ત થઇ છે, જેમાંની મહત્વપુર્ણ સિદ્ધિ એટલે સ્ટેચ્યુ ઑફ યુનિટી. ભારતનાં રજવાડાંને એક કરનારા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું એકતાનગર ખાતે નિર્માણ કરી તેમની સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે. મારું ગામ પણ એક રજવાડું ગામ હતું. જેથી મારા ગ્રામજનો તરફથી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપું છું.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઇ પટેલના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન અને લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલી પ્રતિકૃતિની મુલાકાતનું પણ નિરીક્ષણ કર્યું હતું .સ્ટેચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી માંથી નર્મદા, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો પણ આનંદ લીધો હતો. તેમજ, સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી ભાવવંદના કરી હતી.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અંદરની હાઈ સ્પીડ લિફ્ટ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી સુધી લઈ જાય છે, તે એક અજાયબી છે તેમ જણાવ્યુ હતું, આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

આં પણ વાંચો : શરદ પૂર્ણિમાએ દર્શન અંગે ખોડલધામ મંદિરની મહત્ત્વની જાહેરાત

Back to top button