ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

ખનીજ રૉયલ્ટી સહિત કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્ત્વના નિર્ણય

કેન્દ્રીય કેબિનેટે ભારતમાં નિર્ણાયક ખનિજો માટે રોયલ્ટી દરોને મંજૂરી આપી છે. કેબિનેટ દ્વારા લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વી એલિમેન્ટ્સ (આરઇઇ) ધરાવતી ક્રિટિકલ મિનરલ ખાણોની હરાજી કરવાની તૈયારી કરી રહી છે તેમાં લિથિયમ, નિઓબિયમ અને REE માટે મંજૂર રોયલ્ટી દર અનુક્રમે 3:3:1 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આનો હેતુ ખાણકામ ક્ષેત્રમાં રોકાણ અને વિકાસને આકર્ષવાનો છે.તેમજ ભારતના ખનિજ રોયલ્ટીના દર હાલમાં વિશ્વ ક્ષેત્રે સૌથી વધુ છે, જેણે આ ક્ષેત્રની સ્પર્ધાત્મકતાને અસર કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમના ભંડાર માટેની હરાજી ટૂંક સમયમાં થવાની ધારણા છે, જેમાં વિદેશી ખાણો દ્વારા રસ લેવામાં આવ્યો છે.

તાજેતરમાં ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 2023 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જે 17 ઓગસ્ટ, 2023 થી અમલમાં આવ્યો છે. આ સુધારામાં અન્ય બાબતોની સાથે લિથિયમ અને નિઓબિયમ સહિત છ ખનીજોને અણુ ખનીજોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, જેથી આ ખનીજો માટે હરાજી દ્વારા ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપવામાં આવી હતી. સાથેજ, સુધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી હતી કે લિથિયમ, નિઓબિયમ અને આરઈઈ (યુરેનિયમ અને થોરિયમ ધરાવતાં નથી)આ સહિત અન્ય 24 મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજો (જે કાયદાની પ્રથમ અનુસૂચિના ભાગ ડીમાં સૂચિબદ્ધ છે)નાં માઇનિંગ લીઝ અને સંયુક્ત લાઇસન્સની કેન્દ્ર સરકાર દ્વારા હરાજી કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટ દેશમાં સૌપ્રથમવાર લિથિયમ, નિયોબિયમ અને આરઇઇ માટે બ્લોકની હરાજી કરી શકશે. બ્લોક્સની હરાજીમાં બોલી લગાવનારાઓ માટે ખનિજો પર રોયલ્ટી દર એમએમડીઆર એક્ટની બીજી અનુસૂચિ વિવિધ ખનિજો માટે રોયલ્ટી દર પ્રદાન કરે છે. બીજી અનુસૂચિની આઇટમ નં.55માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે ખનિજોની રોયલ્ટીનો દર સરેરાશ વેચાણ કિંમત (એએસપી)ના 12 ટકા હોવો જોઇએ. આમ, જો લિથિયમ, નિઓબીયમ અને આરઇઇ (REE) માટે રોયલ્ટીનો દર ખાસ કરીને પૂરો પાડવામાં ન આવે તો તેમનો ડિફોલ્ટ રોયલ્ટી દર એએસપીના 12 ટકા રહેશે, જે અન્ય મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજોની તુલનામાં નોંધપાત્ર રીતે ઊંચો છે. જે અન્ય ખનિજ ઉત્પાદક દેશોની સાથે સરખામણી કરી શકાય તેવો નથી. તેથી, લિથિયમ, નિઓબિયમ અને આરઇઇનો વાજબી રોયલ્ટી દર નીચે મુજબ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • લિથિયમ – લંડન મેટલ એક્સચેન્જની કિંમતના 3 ટકા,
  • નિઓબિયમ – સરેરાશ વેચાણ કિંમતના 3 ટકા (પ્રાથમિક અને દ્વિતીયક બંને સ્રોતો માટે),
  • આરઇઇ- રેર અર્થ ઓક્સાઇડની સરેરાશ વેચાણ કિંમતના 1 ટકા

આ ઉપરાંત, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 28 જુલાઈ, 2023ના રોજ હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને પોતાની મંજૂરી આપી દીધી હતી. પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને પાપુઆ ન્યૂ ગિનીનાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વસતિનાં ધોરણે અમલમાં મૂકવામાં આવેલા સફળ ડિજિટલ સમાધાનો વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વાયબ્રન્ટ સમિટઃ મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે ઉત્સુકતા દર્શાવી

Back to top button