ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ સેમિકન્ડક્ટર યુનિટ્સની મંજૂરી આપી

  • ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન માટે એક મહત્ત્વપૂર્ણ પગલું

નવી દિલ્હી, 1 માર્ચ, 2024:  ભારતમાં સેમિકન્ડક્ટર્સના એકમો સ્થાપિત કરવા માટે અન્ય ત્રણ ઓફર્સને ગુરુવારે 29 ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.  ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ અંગેનો કાર્યક્રમ તા. 21-02-2021ના રોજ રૂ. 76000 કરોડના કુલ ખર્ચ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જૂન, 2023માં કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર્સ એકમો સ્થાપિત કરવા માટે માઇક્રોનની ઓફરને મંજૂરી આપી હતી. આ યુનિટનું નિર્માણકાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. યુનિટ પાસે એક દૃઢ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી થઇ રહી છે.

માસિક 50000 વેફર સ્ટાર્ટ (ડબ્લ્યુપીએમ) ક્ષમતા ધરાવતું સેમિકન્ડક્ટર ફેબ:

ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ટીઇપીએલ),તાઇવાનના પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ. (પીએસએમસી) સાથે ભાગીદારીમાં એક સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરશે. આ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરા ખાતે કરવામાં આવશે. આ ફેબમાં 91 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. પીએસએમસી લોજિક અને મેમરી ફાઉન્ડ્રી ક્ષેત્રમાં તેની નિપુણતા માટે પ્રખ્યાત છે. પીએસએમસીની તાઇવાનમાં 6 સેમિકન્ડક્ટર ફેબ છે જેની માસિક 50000 વેફર સ્ટાર્ટ (ડબ્લ્યુએસપીએમ) છે.

આવરી લેવાયેલાં ક્ષેત્ર :

– 28 એમએમ ટેક્નિક સાથે હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટ ચિપ્સ.

– ઇલેક્ટ્રિક વાહન (ઇવી), દૂરસંચાર, રક્ષા, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે પાવર ઇલેક્ટ્રોનિક્સ વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ. પાવર મેનેજમેન્ટ હાઇ વોલ્ટેજ, હાઇ કરન્ટ એપ્લિકેશન્સ છે.

આસામમાં સેમિકન્ડક્ટર્સ એટીએમપી એકમ:

ટાટા સેમિકન્ડક્ટર અસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (ટીએસએટી) આસામના મોરીગાંવમાં એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. આ એકમ 27 હજાર કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવશે. ટીએસએટી સેમિકન્ડક્ટર ફ્લિપ ચિપ અને આઇએસપી (ઇન્ટિમેટેડ સિસ્ટમ ઇન પેકેજ) પ્રૌદ્યોગિકી સહિત સ્વદેશી ઉન્નત સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્રૌદ્યોગિકીઓનો પણ વિકાસ કરી રહ્યું છે, જેની દૈનિક 48 મિલિયન છે. તેમાં ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર, મોબાઇલ જેવાં ક્ષેત્રોનો સમાવેશ થશે.

આ પણ વાંચોઃ હોળી નિમિત્તે રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો, બુકિંગ શરુ, જૂઓ લિસ્ટ

સ્પેશિયલાઇઝ્ડ ચિપ્સ માટે સેમિકન્ડક્ટર્સ એટીએમપી યુનિટ :

સીજી પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન જાપાન અને સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, થાઇલેન્ડ સાથે ભાગીદારીમાં ગુજરાતના સાણંદ ખાતે એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. આ યુનિટ 7600 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી તૈયાર કરવામાં આવશે. રેનેસા એક અગ્રણી સેમિકન્ડક્ટર કંપની છે જે સ્પેશિયલાઇઝ્ડ ચિપ્સ બનાવે છે. તે 12 સેમિકન્ડક્ટર સુવિધાઓ સંચાલિત કરે છે અને માઇક્રોકન્ટ્રોલર, એનાલોગ, પાવર અને સિસ્ટમ ઓન ચિપ (એસઓસી) ઉત્પાદનોનું એક મહત્ત્વનું પ્લેયર છે. સીજી પાવર સેમિકન્ડક્ટર્સ યુનિટ કન્ઝ્યુમર, ઔદ્યોગિક, ઓટોમોટિવ અને પાવર એપ્લિકેશન્સ માટે ચિપ્સ બનાવશે. અહીં દૈનિક 15 મિલિયનની ક્ષમતા રહેશે.

આ એકમોનું મહત્ત્વ :

અત્યંત ઓછા સમયમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશને ચાર મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે. આ યુનિટ્સથી ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સ્થાપિત થશે. ચિપ ડિઝાઇનમાં ભારત પાસે સારી ક્ષમતાઓ છે. આ યુનિટ્સની સાથે આપણો દેશ ચિપ નિર્માણમાં પણ ક્ષમતા વિકસિત કરશે. ગુરુવારે કરવામાં આવેલી જાહેરાત સાથે ઉન્નત પેકેજિંગ પ્રૌદ્યોગિકીઓને ભારતમાં સ્વદેશી રૂપે વિકસિત કરવામાં આવશે.

રોજગારીની શક્યતાઓ :

આ યુનિટ્સ 20 હજાર ઉન્નત પ્રૌદ્યોગિકીઓ નોકરીઓ માટે દેખીતો રોજગાર અને લગભગ 60 હજાર આડકતરી રીતે રોજગારની તકો ઊભી કરશે. આ યુનિટ્સ ડાઉનસ્ટ્રીમ ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ, દૂરસંચાર વિનિર્માણ, ઔદ્યોગિક વિનિર્માણ અને બીજા સેમિકન્ડક્ટર્સ કન્ઝ્યુમર ઉદ્યોગોમાં રોજગાર (નોકરી) ઊભી કરવાની ક્ષમતા આવશે. ત્રણે યુનિટ્સનું નિર્માણ આગામી 100 દિવસોમાં શરૂ થઇ જશે.

બપોર સુધીના મહત્ત્વના સમાચાર જૂઓ ટૉપ-10 ઉપરઃ-

Back to top button