Union Budget 2025: ટેક્સ સ્લેબમાં ફેરફાર, સિનિયર સિટીઝનને છૂટ,બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી કાર્યકાળનું આગામી બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે, જેને લઈને ટેક્સપેયર્સ અને સામાન્ય લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ઈન્કમ ટેક્સ કેટેગરીમાં રસપ્રદ છે. જ્યાં લોકો એ જોવા માગે છે કે શું સામાન્ય માણસ પર બોજ ઓછો કરવાને લઈને કોઈ જાહેરાત થશે? લોકોને નાણામંત્રી પાસેથી અમુક વસ્તુને લઈને મોટી આશા છે. ત્યારે આવા સમયે શક્ય છે કે બજેટ 2025માં કંઈક મોટી જાહેરાત થઈ શકે. આવો જાણીએ આ બજેટમાં સામાન્ય લોકો અને ટેક્સપેયર્સને કેવી આશા છે.
આ વર્ષે આ બજેટને લઈને અટકળો ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફાર અને નવી રાહત ઉપાયની શરુઆત પર ફોક્સ્ડ છે. આ ઉપરાંત ઓલ્ડ ટેક્સ રિઝિમમાં ઉચ્ચ કાપ સામેલ કરવાની આશા છે. નિષ્ણાંતોની સલાહ છે કે સરકારને ધારા 80TTA અંતર્ગત કાપની મર્યાદાને 10,000 રુપિયાથી વધારીને 20,000 રુપિયા કરવા પર વિચાર કરવો જોઈએ. આવી જ રીતે તે ધારા 80TTB અંતર્ગત સિનિયર સિટીઝન માટે કાપની મર્યાદાને વધારવાની ભલામણ કરશે. જે હાલમાં 50,000 રુપિયા છે. જેને વધારીને 1 લાખ કરવું જોઈએ.
બચત માટે વ્યાજમાં કાપ
આયકર અધિનિયમ, 1961ની કલમ 80TTA, વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારોને બેન્કો, સહકારી બેન્કો અથવા પોસ્ટઓફિસમાં રાખેલ સેવિંગ અકાઉન્ટ્સમાં ળતા વ્યાજ ઈન્કમ પર 10,000 રુપિયા સુધીનો કાપ આપે છે. આ કાપ 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ અને HUF પર લાગૂ થાય છે. જો કે, આ ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રેકરિંગ ડિપોઝિટથી મળતા વ્યાજ પર લાગૂ થતું નથી.
ધારા 80TTA અંતર્ગત વ્યક્તિઓ અને HUF માટે બચત બેન્ક ખાતા પર વ્યાજ આવક માટે કાપની મર્યાદા 10,000 રુપિયા છે. નાણાકીય વર્ષ 2012-13માં તેની શરુઆત બાદથી આ લિમિટમાં ફેરફાર થયો નથી. ત્યારે આવા સમયે તેમાં અમુક બદલાવની આશા છે.
સિનિયર સિટીઝન માટે શું થઈ શકે
ધારા 80TTAથી વિપરીત, ધારા 80TTB ખાસ કરીને સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવી છે અને કેમાં કેટલાય પ્રકારના વ્યાજ ઈન્કમ પર કાપની એક વ્યાપક શ્રેણી આપે છે. સિનિયર સિટીઝન ધારા 80TTB અંતર્ગત સેવિંગ, ફિક્સ્ડ અને રેકરિંગ ડિપોઝિટથી મળતા ઈનકમ પર કાપનો લાભ ઉઠાવી શકે છે. જેમાં તેમને 50,000 રુપિયા સુધની ટેક્સ છૂટ મળે છે.
આ કાપ બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ સહિત બેન્ક ડિપોઝિટર્સથી થતી વ્યાજ ઈન્કમ સાથે સાથે પોસ્ટ ઓફિસ ડિપોઝિટર્સ પર પણ લાગૂ થાય છે. જે સુરક્ષિત રોકાણ પર વિશ્વાસ કરનારા સિનિયર સિટીઝનને નાણાકીય લાભ આપે છે. જો કે એ ધ્યાન આપવું જરુરી છે કે બોન્ડ અને ડિબેંચરથઈ અર્જિત વ્યાજ પર આ કાપ માટે યોગ્ય નથી.
નવી ટેક્સ વ્યવસ્થાને લઈને શું માગ ઉઠી રહી છે
ભારતમાં વધતા સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતા ધારા 80TTB અંતર્ગત સિનિયર સિટીઝન માટે 50,000 રુપિયાની હાલની મર્યાદાને વધારી કમસે કમ 1 લાખ રુપિયા કરવા જોઈએ. મર્યાદામાં આ સંશોધન RBI દ્વારા અપેક્ષિત રેપો દરમાં કાપના કારણે વ્યાજ દરોમાં સંભવિત કમીને સંતુલિત કરવામાં મદદ કરશે. વધારે વ્યક્તિઓને નવી ટેક્સ વ્યવસ્થામાં સંક્રમણ માટે પ્રોત્સાહિત કરવા માટે, આ અનુશંસા છે કે ધારા 80TTA અને 80TTB અંતર્ગત કાપની અનુમતિ આપવામાં આવે, કારણ કે આ કાપ હાલમાં જૂની ટેક્સ વ્યવસ્થા માટે અનન્ય છે.
આ પણ વાંચો: કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી