કેન્દ્રીય બજેટમા વિવિધ સેક્ટર માટે જાહેરાત કરવામા આવી છે. જેમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિર્મલા સીતારમણે દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થપાશે તેવી જાહેરાત કરી છે. તેમજ એકલવ્ય મોડલ શાળા – 3 વર્ષમાં 38800 શિક્ષકોની નિમણુંક કરશે. તેમજ દેશમાં નાણાંકીય સાક્ષરતા પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023ની સૌથી મોટી ભેટ, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં
દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો બનશે
નાણામંત્રી દ્વારા દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયત અને વોર્ડ સ્તર સુધી નેશનલ ડિજિટલ લાયબ્રેરી ખોલવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ ડિજિટલ લાયબ્રેરી ખાસ કરીને બાળકો અને યુવાનો માટે તૈયાર કરવામાં આવશે. આ લાઈબ્રેરીમાં પ્રાદેશિક અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો આપવામાં આવશે. અને રાજ્યો અને તેમના માટે પ્રત્યક્ષ પુસ્તકાલયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ NGOના સહયોગથી સાક્ષરતા પર કામ કરવામાં આવશે.
એકલવ્ય શાળાઓ માટે 38800 શિક્ષકની નિમણુક કરાશે
એકલવ્ય મોડલ શાળાઓ માટે શિક્ષકોની નિમણુક કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં નાણામંત્રીએ કહ્યું હતુ કે એકલવ્ય મોડલ શાળાઓ માટે 38,800 શિક્ષક-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેડૂતોને શું થયો ફાયદો અને શું કરી મહત્વની જાહેરાત ?