કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રિય બજેટ રજૂ કરી રહ્યા છે. દરેક સામાન્ય માણસને સામાન્ય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. ત્યારે આ બજેટમાં ખેડૂતોને માટે અનેક ફાયદા કારક જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું હતુ કે પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. છેલ્લા 28 મહિનામાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને શું લાભ શથે ?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં ખેડૂતોને લગતા જાહેરાત કરતા જણાવ્યું હતુ કે પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવાની સાથે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. અને ભારતીય બાજરા અનુસંધાન સંસ્થાને ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે સમર્થન આપવામાં આવશે. તેમજ કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સમાં યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે
નાણામંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે ખેડૂતો માટે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ કાર્યક્ર દ્વારા 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ધિરાણની ગતિ વધારવાની જાહેરાત કરાઈ છે.
મત્સઉદ્યોગો માટે કરાઈ આ જાહેરાત
માછીમારોની કામગીરીમાં સુધારો કરવા સુક્ષ્મ અને લઘુઉદ્યોગ સાહસિકોની કાર્યક્ષમતા વધારવા, ફીશવેન્ડરોને મદદરૂપ થવા છ હજાર કરોડ રૂપિયાના નિર્ધારિત રોકાણ સાથે પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજનાની ઉપયોજના શરૂ કરાશે
કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરાશે
ડિજિટલ ટેક્નોલોજી દ્વારા કૃષિને પ્રોત્સાહન અપાશે. તેમજ કૃષિ સ્ટાર્ટઅપ્સ એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી વૃદ્ધિ પામશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવા માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે
એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરાશે
કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય આપવામાં આવશે. યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના પણ કરવામાં આવશે.
ખેડૂતો માટે ગોવર્ધન યોજના લાવવામાં આવશે
ગોવર્ધન યોજના લાવવામાં આવશે અને ગોવર્ધન યોજના માટે 10 હજાર કરોડ રુપિયા ફાળવવામાં આવશે.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023ની સૌથી મોટી ભેટ, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં