દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન આજે વર્ષ 2023-2024 માટેનું બજેટ રજૂ કર્યુ હતું. જેમા દરેક વર્ગના લોકોને ફાયદો થશે તેવું જણાવવામાં આવ્યું છે. આ બજેટમાં દર્ક ક્ષેત્ર માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે મહત્વના એવા ઉદ્યોગ ક્ષેત્રે પણ કેટલીક જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમને 1 એપ્રિલ, 2023થી નવીકરણ અને અમલમાં મૂકવામાં આવશે.
MSME માટે ક્રેડિટ ગેરંટીની નવી યોજના
દેશમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પ્રોત્સાહન આપવા માટે બજેટ 2023 માં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમને 1 એપ્રિલ, 2023થી સુધારીને અમલી બનાવવામાં આવશે અને આ માટે કોર્પસમાં 9000 કરોડ રૂપિયા ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : નાણામંત્રીએ યુવાનોને રોજગારી સહિત આ ભેટ આપી
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરશે
નાણામંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરશે.અને યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ્ય કેળવવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. જેમાં 30 લાખ યુવાનને ટ્રેનિંગ આપવામાં આવશે.
MSME પર સરકારનું વિશેષ ધ્યાન
MSME એટલે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક મદદ કરવા માટે ભારત સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની રચના કરી છે. ભારતમાં લગભગ 45% રોજગાર નાના ઉદ્યોગોને કારણે ઉપલબ્ધ છે, તેથી સરકારનું આ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન છે.
કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો
સિગરેટ પર આકસ્મિક ચાર્જ 16 ટકા વધ્યો છે જેથી હવે સિગરેટ મોંઘી થશે. આ સાથે કાપડ અને કૃષિ સિવાયની અન્ય વસ્તુઓ પરની કસ્ટમ્સ ડ્યુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ, જાણો શું મળ્યું ?
3 કરોડનું ટર્નઓવર ધરાવતા માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને ટેક્સમાં છૂટ
આ બજેટમાં નાણામંત્રીએ કહ્યુ કે 3 કરોડનું ટર્નઓવર ધરાવતા માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તેના માટેની એક શરત રહેશે કે કેશ ટ્રાન્ઝેક્શન 5%થી વધુ ના હોવા જોઈએ. આ સાથે 30 લાખ સુધીની આવકવાળા એન્ટ્રપ્રિન્યોરને પણ રાહત આપવામાં આવી છે અને સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે આવકવેરાનો લાભ 1 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. નિર્મલા સીતીરમણે કહ્યુ હતુ કે મહામારીથી પ્રભાવિત એમએસએમઈને રાહત આપવામાં આવશે.
સહકારી ક્ષેત્રમાં 15% કરમુક્તિ
ગિફ્ટ આઈએફએસસી પાસે વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લેવામાં આવશે.અને એમએસએમઈ પણ પીએમ વિશ્વકર્મા સ્કિલ સન્માન યોજનાનો લાભ લઈ શકશે. અને સ્કિલ ઓનર સ્કીમ દ્વારા પ્રોડક્ટની ગુણવત્તા અને માર્કેટિંગમાં સુધારો થશે. આ સાથે સહકારી ક્ષેત્રમાં ઉત્પાદનને વેગ આપવા માટે 15% કરમુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023 : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત