
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2023-24 માટે દેશનું વાર્ષિક સામાન્ય બજેટ રજૂ કર્યું. તેને સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા દરેક ક્ષેત્રને સ્પર્શતું બજેટ ગણાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આ બજેટમાં દેરેક ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આ બજેટમાં રમતગમત અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ બજેટ વધારાની ભેટ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ બજેટમાં કર્યો વધારો
આ બજેટમાં સ્પોર્ટ્સને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અને રમત મંત્રાલયના બજેટમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે યુવા અને રમતગમત બાબતોના મંત્રાલય માટે રૂ. 3397.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જે ગયા વર્ષના બજેટ કરતાં રૂ. 723.97 કરોડ વધુ છે.
ખેલાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. બજેટમા વધારાથી રમતગમતની સુવિધાઓ વધુ સારી બનશે . આ વર્ષે ભારતે એશિયન ગેમ્સ સિવાય ઘણી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. ત્યારે આવી રમતોમા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહીશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ઉદ્યોગો માટે કરવામાં આવી જાહેરાત, હવે ક્યા પ્રકારના લાભ મળશે?
SAIના બજેટમાં રૂ. 36.09 કરોડનો વધારો
ઓલિમ્પિક્સ સહિત તમામ બહુવિધ રમતોની તૈયારીઓ માટે વિદેશમાં સ્પર્ધા અને પ્રેક્ટિસનો ખર્ચ ખેલ મંત્રાલય ઉઠાવે છે. ત્યારે આ વખતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) દ્વારા મળેલા બજેટમાં રૂ. 36.09 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. અને વર્ષ2023-24 માટે રૂપિયા 785.52 કરોડ છે.
NડDTL માટે 19.50કરોડ રૂપિયાની જોગવાઈ
આ વર્ષના બજેટમાં નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી માટે 21.73 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે પરીક્ષણોનું સંચાલન કરતી NડDTLને 19.50કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે આ વર્ષના બજેટમાં નેશનલ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર માટે 13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેડૂતોને શું થયો ફાયદો અને શું કરી મહત્વની જાહેરાત ?
ખેલો ઈન્ડિયાના બજેટમાં કરાયો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઈન્ડિયાના બજેટમાં 400 કરોડ રુપિયાનો વધારો કર્યો છે જેથી હવે ખેલો ઈન્ડિયાનું બજેટ 1000 કરોડ રુપિયાનુ કરી દેવામાં આવ્યું છે.
નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે 107 કરોડ રુપિયા ફાળવ્યા
જમ્મુ કાશ્મીરમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે 15 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે 107 કરોડ રુપિયાની ફાળવ્યા છે. જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સહાય માટેનું બજેટ હવે રદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જનકપુરથી આવેલી દેવશીલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળી, જાણો શું છે તેનું મહત્વ અને પવિત્રતા