કેન્દ્રિય નાણામંત્રી દ્વારા આજે બેજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વગેરે માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ બજેટમાં મહિલાઓ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.આજે મહિલા સશક્તિકરણને લઈને સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે બજેટમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023 : ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને KYC પ્રક્રિયાને બનાવાશે સરળ
ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી
નાણામંત્રીએ તેમના વક્તવ્યમાં મહિલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને અસાધારણ સફળતા મળી છે. અને ‘ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. અમે આ SHGને આર્થિક સશક્તિકરણના આગલા તબક્કા સુધી પહોંચવામાં મદદ કરવા માટે તેમને મોટા ઉત્પાદક સાહસો બનાવીશું. અને આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે, “સહાયક નીતિઓ સાથે, મહિલાઓને મોટા ઉપભોક્તા બજારને સેવા આપવા માટે તેમની કામગીરીમાં વધારો કરવામાં સક્ષમ બનશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેડૂતોને શું થયો ફાયદો અને શું કરી મહત્વની જાહેરાત ?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં દ્વારા સહાય
નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓ માટે PM વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજના બજેટમાં લાવવામાં આવશે. અને આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં માત્ર આર્થિક સહાય જ નહીં પરંતું તેના બદલે, તાલીમ, આધુનિક ડિજિટલ તકનીકોનું જ્ઞાન, બ્રાન્ડ પ્રમોશન, સ્થાનિક અને નાણાકીય બજારો સાથે એકીકરણનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, મહિલાઓ અને નબળા વર્ગના લોકોને સહાય આપવામાં આવશે.
મહિલા સન્માન બચત પત્ર યોજનાનો પ્રારંભ
નાણામંત્રીએ કહ્યું, ‘મહિલા સન્માન બચત પત્ર યોજના માર્ચ 2025 સુધી એટલે કે 2 વર્ષ માટે આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓ 2 વર્ષ માટે રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ મહિલાઓ અથવા છોકરીઓ આંશિક આર્યન વિકલ્પના નામે 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે. અને તેમને તેના પર 7.5 ટકા વ્યાજ મળશે. આનો લાભ લેવા માટે કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકે છે. પરંતું પૈસા ઉપાડવા માટે શરતો હશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : એજ્યુકેશન ક્ષેત્રમાં શું આવ્યું નવું ?