ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ, જાણો શું છે જોગવાઈ

રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે સૌથી મહત્વનો એવો યુનિફોર્મ સિવિલ કોડનો કાર્ડ આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એક કમિટીની રચના કરી શકે છે, આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતાઓ તપાસશે. કેબિનેટ બાદ તેની સત્તાવાર જાહેરાત થશે. કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પરસોત્તમ રૂપાલા જાહેરાત કરી શકે છે.

ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું છે કે, હાલમાં સમાન નાગરિક સંહિતાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ માટે એક સમિતિની રચના કરવાની યોજના છે. આ મામલે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિની અધ્યક્ષતા કરશે. જેના અંગે આજે કેબિનેટ બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : એક તરફ પાર્ટીનો ખેસ ધારણ નથી કરી રહ્યો અને ટિકિટ માટે દાવેદારી નોંધવતો હાર્દિક પટેલ, કેમ ઉઠી ચર્ચા

ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની અંતિમ કેબિનેટની બેઠકમાં ઉત્તરાખંડની જેમ નિવૃત્ત હાઈકોર્ટની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ માટે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેના પછી અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પહેલા ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર બન્યા બાદ તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં લાગુ થશે Uniform Civil Code Hum Dekhenege News

યુનિફોર્મ સિવિલ કોડ શું છે અને શું છે જોગવાઈ ?

સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કાયદાની નજરમાં બધા સમાન છે. જ્ઞાતિ, ધર્મ અને પછી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાથી લઈ ઉત્તરાધિકારના વારસો પરંતુ સૌ કોઈને સમાન રૂપે ગણવામાં આવે છે. હાલની સ્થિતિને જોતાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત અનુભવાઈ છે.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા માટે લેશે જનમત, કેવી રીતે થશે પ્રક્રિયા ?

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર તેજ

જો ગુજરાત સરકારના સૂત્રોનું માનીએ તો ચૂંટણીની તારીખો 1 થી 3 નવેમ્બરે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આ પહેલા યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો રાજ્યની ચૂંટણીમાં ઘણો મહત્વનો બની શકે છે. જેના પર હાલની ભાજપ સરકાર મતોમાં ફેરવી શકે છે.

Back to top button