યુનિફોર્મ સિવિલ કોડ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે
HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૂત્રોને ટાંકીને માહિતી સામે આવી છે કે મોદીસરકાર ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ લાવી શકે છે. જુલાઈમાં ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે અને આ અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવશે.
રાજકીય હોબાળોઃ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર વતી સમાન નાગરિક સંહિતાના બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે. જે આ અંગે તમામ હિતધારકો પાસેથી તેમના મંતવ્યો માંગશે. ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની રજૂઆત સંસદમાં રાજકીય હોબાળો મચાવશે. જ્યારથી પીએમ મોદીએ UCCનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે.
અહીં મહત્વની વાત તો એ છે દેશના ઘણી જગ્ચાએ UCC ને લઈને ઘણા વિવાદો છે. બધાની વચ્ચે આ બિલ પાસ કરવું એ સરકાર માટે એક બહુ મોટો ટાસ્ક બનશે.