ગુજરતમાં સવારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે જેના પગલે સમગ્ર હાઇવે પર અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલા પાસે 1400 કિલો ચાંદી સાથે વાહનની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. થોડા સમય અગાઉ પણ આવો જ એક લૂંટનો કિસ્સો આજ રોડ પર બન્યો હતો ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ નથી. હાઇવે પરથી લાખો રૂપિયાની ચાંદીની લૂંટ થવાથી સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગઈ છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા અમદાવાદ-રાજકોટ હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર આ લૂંટારુઓ 1400 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા અને આ વાહન થોડે દૂરથી મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તટકલીક અસરથી લુટારુઓને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.