કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીમાં કેશિયર પાસેથી અજાણ્યા શખ્શો રૂ. 29 લાખની લૂંટ કરી ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

Text To Speech

છેલ્લા કેટલાક દિવસોથી લૂંટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગુનેગારોને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લે આમ લૂંટ મચાવી રહ્યા છે. ત્યારે મોરબીમાંથી વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં કેશિયર પાસેથી લૂંટારુઓએ રૂ. 29 લાખની લૂંટ કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

મોરબીમાં રૂ. 29 લાખની લૂંટ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જૂની પીપળી રોડ ઉપર આવેલી એક ફેક્ટરી નજીક આ લૂટની ઘટના બની છે. જેમાં ફેક્ટરીનો કેશિયર નોકરી પરથી બાઇક પર પરત ઘરે જઇ રહ્યો હતો તેવામાં એક ફોર વ્હીલર ગાડીમાં સવાર ત્રણ શખ્શો આવીને કેશિયરની બાઇક સાથે ગાડીને અથડાવી દીધી હતી. અને કેશિયર પાસે રહેલા રૂ. 29 લાખ લઇને ફરાર થઇ ગયા હતા. આ લૂટની ઘટનાને પગલે કેશિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ઘરી છે.

લૂંટ-humdekhengenews

મોરબીના જૂની પીપળી રોડ ઉપર બની ઘટના

કેલેફેક્સન ટેકનો પ્રા.લી ફેક્ટરીમાં કેશિયર તરિકે કામ કરાતા નવી પીપળી ગામના ચંન્દ્રેશભાઇ સવજીભાઇ સરવી સાથે આ લૂંટની ઘટના બની છે. તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ તેઓ ગત રાત્રે ફેક્ટરીથી ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક કારે તેમણે ઠોકર મારી દીધી હતી. અને કારમાં સવાર ત્રણ શખ્શોએ તેમણી પાસે રહેલી રોકડ રકમ રૂ. 29 લાખ લઇને ભાગી ગયા હતા.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

આ બનાવની જાણ મોરબી પોલીસને થતા એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ લૂંટની ઘટનામાં સામેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો :UNના મુખ્યલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરાયું અનાવરણ, પીએમએ ટ્વિટ કરી ગર્વની લાગણી અનુભવી

Back to top button