ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સગીર વયના ડ્રાઈવર બેફામ, એક વર્ષમાં 700થી વધુ અકસ્માત

Text To Speech
  • સગીર વયના ડ્રાઇવર દ્વારા અકસ્માતના કેસ વધ્યા
  • અકસ્માત સર્જ્યો હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 2063 સાથે મોખરે
  • મધ્ય પ્રદેશ બીજા મહારાષ્ટ્ર ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને

ગુજરાતમાં સગીર વયના ડ્રાઈવર બેફામ થયા છે. જેમાં એક વર્ષમાં 700થી વધુ અકસ્માતના કેસ સામે આવ્યા છે. તેમાં અમદાવાદના કુબેરનગર ખાતે તાજેતરમાં કાર શીખતી 15 વર્ષીય સગીરાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દેતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

અકસ્માત સર્જ્યો હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 2063 સાથે મોખરે

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી જ સગીર વયના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની 727 ઘટના નોંધાઈ ચૂકી છે. આમ સગીર વયના ડ્રાઇવર પ્રતિ દિવસે સરેરાશ બે જેટલા અકસ્માત સર્જે છે. 2023-24 એમ એક વર્ષમાં સગીર વયના ડ્રાઇવર દ્વારા સૌથી વધુ અકસ્માત સર્જ્યો હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 2063 સાથે મોખરે, મધ્ય પ્રદેશ બીજા મહારાષ્ટ્ર ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

સગીર વયના ડ્રાઇવર દ્વારા અકસ્માતના કેસ વધ્યા

જાણકારોના મતે સગીર વયના ડ્રાઇવર દ્વારા અકસ્માતના કેસ વધવા પાછળ માત્ર સગીરો જ નહીં તેમના માતા-પિતાની ઘેલછા પણ જવાબદાર છે. બાળક ટીનએજમાં પ્રવેશે એ સાથે જ અનેક માતા-પિતા, વાલી તેને ટુ વ્હિલર ચલાવવા આપી દે છે. ઘણાં તો આ ઉંમરે તેમના બાળકોને કાર પણ શીખવાડવા લાગે છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ-ટ્યુશન ક્લાસની બહાર થોડા દિવસ ડ્રાઇવ યોજીને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ સગીર વયના ડ્રાઇવર વાહન ચલાવતા અટકે તેના માટે નિયમિત રીતે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

Back to top button