સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતના 44 લાખ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરાયું
- સામૂહિક 49 હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂરું કરાયું
- ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન અમલમાં
- 12,250 ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન થાય છે
ગુજરાતના શૌચાલય વિહોણા 44 લાખ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરાયું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને ODF પ્લસનો દરજ્જો છે તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. 4.80 લાખથી વધુ સોકપીટનું બાંધકામ પૂર્ણ થયુ છે. કચરાના વ્યવસ્થાપન માટે 899 એમઓયુ કરીને 5,781 ગામોને આવરી લેવાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં સંખ્યાબંધ છબરડા
સામૂહિક 49 હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂરું કરાયું
ગુજરાતના તમામ જિલ્લાઓને ઓડીએફ પ્લસ જિલ્લાનો દરજ્જો મળ્યો છે. રાજ્યના શૌચાલય વિહોણા 44 લાખથી વધુ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરાયું છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં વ્યક્તિગત અને સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે હાલમાં વ્યક્તિગત 4.80 લાખથી વધુ સોકપીટ અને સામૂહિક 49 હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂરું કરાયું છે, તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: ઘરમાં ગાંજાની ખેતી મામલે ત્રણ આરોપીઓની મુશ્કેલીઓ વધી
ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન અમલમાં
ગ્રામ્ય વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન અમલમાં મુકાયું હતું, આ મિશનની સફળતા બાદ જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21થી 2024-25 માટે સ્વચ્છ ભારત મિશન ભાગ-2 અમલમાં મુકાયો છે, જે અંતર્ગત ગામને ઓડીએફ પ્લસ જાહેર કરવા માટે ઘન કચરાના વ્યવસ્થાપન અંતર્ગત જૈવિક કચરાના નિકાલ માટે 23 હજારથી વધુ સામૂહિક કમ્પોસ્ટ પીટ અને 8500થી વધુ વ્યક્તિગત ક્મ્પોસ્ટ પીટનું બાંધકામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત કચરાના વ્યવસ્થાપન માટે 899 એમઓયુ કરીને 5,781 ગામોને આવરી લેવાયા છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીના ભાગરૂપે હાલમાં 12,250 ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન થાય છે અને 5,695 સેગ્રીગેશન શેડનું બાંધકામ પૂર્ણ કરાયું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.