રાજકોટમાં એક 22 વર્ષીય યુવતીને સ્પામાં નોકરી ઉપર રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આટલેથી ન અટકતા સ્પાના સંચાલકે તેના ગ્રાહકો સાથે યુવતીને શરીર સંબંધ બાંધવા પણ મજબુર કરી હતી.
પોષ વિસ્તારની યુવતીનો સંપર્ક સ્પા સંચાલક સાથે મોલમાં થયો
મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ રાજકોટ મહિલા પોલીસ મથકમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે ત્રિનેત્રી બિલ્ડીંગ સામે નયનતારા મકાનમાં રહેતા આશીષ દિનેશ મારડીયા અને તેની પત્ની અલ્પા આશીષ મારડીયા સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, આશીષ સાથે તેનો સંપર્ક કાલાવડ રોડ ઉપર આવેલ એક મોલમાં થયો હતો.
નંબરની આપ-લે થયા બાદ એકવાર મળવા બોલાવી કારમાં લઈ ગયો
યુવતીએ પોતાને નોકરીની જરૂરિયાત હોવાનું કહેતા આશીષે તેને પોતાનો નંબર આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. દરમિયાન એક દિવસ આશીષે તેને મળવા માટે બોલાવી હતી. જેથી યુવતી ત્યાં જતાં આશીષ તેને પોતાની કારમાં બેસાડી વાતચીત કરવાના બહાને જેતપુર લઈ ગયો હતો.
ધાકધમકી આપી સ્પામાં દુષ્કર્મ આચર્યું, પછી ઘરે મુકી ગયો
જેતપુરમાં બંને એ.બી. સ્પામાં પહોંચ્યા હતા. જે પોતાનો હોવાનું આશીષે યુવતીને કહ્યું હતું. ત્યાં પહોંચી આશીષે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. બાદમાં આશીષ યુવતીને રાજકોટ તેના ઘર પાસે ઉતારી ચાલ્યો ગયો હતો.
યુવતીને પોતાના ઘરે બોલાવી, જ્યાં તેની પત્ની પણ હતી
ઘટનાના થોડા દિવસ બાદ ફરી યુવતીને આશીષનો ફોન આવ્યો અને તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. જેથી યુવતી ત્યાં જતાં જ ઘરમાં તેની પત્ની અલ્પા પણ હાજર હતી.
ધમકી આપી ગ્રાહકો સાથે શરીર સંબંધ બંધાવ્યો
આશીષ અને તેની પત્ની અલ્પાએ યુવતી સાથે વાતચીત કર્યા બાદ તેને ધમકી આપી અને પોતાના ઘરે બોલાવેલા ગ્રાહકો સાથે શરીર સંબંધ બંધાવ્યો હતો. ઉપરાંત જો કોઈને કહેશે તો પરીવારને ખતમ કરી નાંખશે તેવી ધમકી પણ આપી હતી.
અનેકવાર દેહ વ્યાપાર કરાવ્યો, આખરે કંટાળીને વિરોધ કર્યો
આશીષ અને તેની પત્નીએ યુવતી પાસે અનેકવાર દેહ વ્યાપાર કરાવ્યો હતો. જે બાદ કંટાળીને તેણે વિરોધ કરતા બંનેએ ધમકી આપી હતી. જેથી યુવતીએ આખરે પોલીસનો સહારો લીધો અને મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મારડીયા દંપતી સામે આઇપીસી કલમ 376(1), 506, 114 અને ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ 3,4,5,6 તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.