અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

PM મોદીના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર : મુખ્યમંત્રી

Text To Speech
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનમાં નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક

ટોક્યો, 30 નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે જાપાનના અગ્રણી ઊદ્યોગગૃહ નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કંપનીના પ્રતિનિધિઓએ ભારતમાં કાર્યરત કંપનીના પ્રોજેક્ટ્સ વિશે માહિતી શેર કરી હતી. ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ ઈન્ડસ્ટ્રીમાં કંપનીના પ્રોડ્કટ્સ વિશે પણ તેમણે મુખ્યમંત્રીને વિગતો આપી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર છે.”  આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર તથા ગુજરાત ડેલિગેશનના અન્ય સભ્યો પણ જોડાયા હતા.

PMના દિશાદર્શનમાં ગુજરાત EV મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસ્યું : CM

CM JAPAN MEETING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત ઇલેક્ટ્રોનિક વિહીકલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. ઈ.વી. સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે ઈ.વી.પોલિસી પણ અમલમાં મૂકેલી છે. ગ્રીન મોબિલિટીને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સાકાર કરી ગુજરાતમાં ઈ-વ્હિકલને વધુ પ્રેરિત કરવામાં આ પોલિસી ઉપયુક્ત બની છે.

CMએ કંપનીના પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે આપ્યું આમંત્રણ

CM JAPAN MEETING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીના પ્રતિનિધિઓને ગુજરાતમાં રહેલી અપાર તકોનો અને ભારતભરમાં ઊભરી રહેલા ઈ.વી. માર્કેટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, “વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર છે.” આ સમયે મુખ્યમંત્રીએ કંપનીના પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

આ પણ જુઓ :મુખ્યમંત્રીનો જાપાન પ્રવાસઃ ચોથા દિવસે ટોક્યોના રોડ-શોમાં 200થી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયા

Back to top button