નેશનલસંવાદનો હેલ્લારો

હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં સ્વ.લતા મંગેશકર સહિત વિવિધ ક્ષેત્રના ઉત્સવમૂર્તિઓને ‘કોહિનૂર ઓફ ઈન્ડિયા એવોર્ડ’

Text To Speech

ભારત દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર વેપાર ઉદ્યોગની સફળતા એટલે ઈન્ટરનેશનલ ડાયમંડ ડે. 12મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય હીરા દિવસની ઉજવણી થાય છે, જેની સ્થાપના હાર્દિક હુંડિયા દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે દેશ-વિદેશના 12 મહાનુભાવોને કોહિનૂર ઓફ ઈન્ડિયા સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. આ ઇવેન્ટ વર્ચ્યુઅલ હોય છે. જેમાં ઝુમ, યુટ્યુબ અને ફેસબુકથી વિશ્વભરના દેશો જોડાય જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ડાયમંડ ડેના દિવસને યાદગાર બનાવવામાં આવે પણ આ વખતે 14 ઓગસ્ટના દિવસે યોજાશે.

Hardik Hundiya

આ અંગે હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે, આ વર્ષે પણ અમે ગાજા બાજા અને મધુર ગીતો સાથે આંતરરાષ્ટ્રીય ડાયમંડ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષે ભારત રત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર (લતા દીદી)નું સન્માન કરવામાં આવશે. 93 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની આદરણીય રોહિણી ગવાણકર, મહારાષ્ટ્ર પોલીસ વિભાગના ભૂતપૂર્વ ડીજીપી પ્રવીણ દીક્ષિત, લગભગ 75 વર્ષ જૂના જયહિંદ અખબારના માલિક યશવંત શાહ, ભારતીય સુવર્ણ ઉદ્યોગના પ્રખ્યાત ઉદ્યોગપતિ બિપિન પુનમિયા, મુંબઈ શહેરના ભૂતપૂર્વ કમિશ્નર અને હાલમાં ભારત સરકારનાં સાંસદ સત્યપાલ સિંહ, 100 વર્ષ જૂનું મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર ગાંધી, હીરા બજારના પ્રખ્યાત હીરા વેપારી રોહિત શાહ, અયોધ્યા આને જ્ઞાનવ્યાપી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સક્રિય અને જ્ઞાન આધારિત, કાયદાની અદાલતમાં સકારાત્મક ભૂમિકા નિભાવવા વાળા વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરિશંકર જૈન, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી જયેશ ભૈરવિયા, કાયદાની દુનિયાના જાણીતા ધારાશાસ્ત્રી સિરિલ શ્રોફ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ શૈલેષ લોઢા, સિક્રેટ ઓફ કોહિનૂર વેબ સિરિયલના ડિરેક્ટર રાઘવજી. મોહન જયરથનું સન્માન કરવામાં આવશે. ગયા વર્ષે 2021 માં ભરતભાઈ શાહ, વિજય શાહ, આનંદ શંકરજી પંડ્યા, અરુણ મહેતા, કૌશિક મહેતા, કુમાર મહેતા, આસિત મહેતા, કમલેશ ઝવેરી, આનંદ પંડિત અને પૃથ્વી રાજ કોઠારી ગોલ્ડ બજારથી, ઉજ્જવલ નિકમ, કાયદાના સિનિયર વિભાગના ધારા શાસ્ત્રી, આસિફ કુરેશી, રિઝવાન મર્ચન્ટ. અને અશ્વિન આખંડ ના સન્માનિત કરવામાં આવશે.

 Kohinoor Award
કોહિનૂર ઓફ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત થનાર પ્રતિભા

આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી સમીર વાનખેડે, આર્ટ્સ સેક્ટરમાંથી આશિત મોદી, રાજન શાહી રાજ નૈતિક ક્ષેત્ર જગતમાંથી મુકેશ ગઢવી, રાજ કે પુરોહિત, એપીજે સલીમ શેખ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડમાંથી દિનેશ અગ્રવાલ, ઈન્ડસ્ટ્રીમાંથી રમેશ મુથા. મીડિયા જગતમાંથી વિજય દર્ડા, જ્વેલરી બિઝનેસમાંથી કલ્યાણ જ્વેલર્સના ટી.એસ. કલ્યાણરમન જેવી અનેક મહાન હસ્તીઓને ભારતના કોહિનૂર સન્માનથી સન્માનિત કરવામાં આવશે. 12મી ઓગસ્ટ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય હીરા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ વખતે 14મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય હીરા દિવસ તરીકે વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં ગીતો અને સંગીત સાથે ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ઉત્સવ મૂર્તિ મહાનુભાવો કોહિનૂર ઓફ ઈન્ડિયા સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

Back to top button