અમદાવાદ: “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યું; આખું અઠવાડિયું કરાશે ઉજવણી
અમદાવાદ 8 ઓગસ્ટ 2024 : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે તારીખ 15 ઓગસ્ટ 2024 ના 78 માં સ્વાતંત્ર દિવસના પર્વ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “હર ઘર તિરંગા” કાર્યક્રમની શહેરમાં 13 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવણી કરવામાં આવશે જેના અનુસંધાને આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
\
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યું
ગૃહ મંત્રી હર્ષ હર્ષ સંઘવીએ આયોજન અંગે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ બે વર્ષ પહેલા સમગ્ર દેશમાં 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર અઠવાડિયું રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને પોતાના ઘરે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
View this post on Instagram
જે અંતર્ગત આજે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં શહેર ટ્રાફિક પોલીસ તથા રાજ્યના તમામ પોલીસ કમિશનર,આઈજી, એસપી અધિકારીઓની ઉપસ્થિતિમાં નગરજનોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે આવતીકાલે 10 ઓગસ્ટનાં રોજ રાજકોટ અને 11 ઓગસ્ટના રોજ સુરત, 12 ઓગસ્ટના રોજ વડોદરા અને 13 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી મોટી વિશાળ રેલી યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં ઘરે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી છે.
તિરંગો આપણી શાન,
કરશે દેશની અસ્મિતાનું ગૌરવ ગાન !માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રેરિત ” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે તિરંગો લહેરાય તેવી રાજ્ય સરકારની નેમ છે.
રાષ્ટ્ર પ્રેમના ગૌરવ વધારતા તિરંગાને અમદાવાદના શહેરીજનોમાં વિતરિત કરીને દરેક ઘરે તિરંગો… pic.twitter.com/kTB374Lrj0
— Harsh Sanghavi (@sanghaviharsh) August 8, 2024
14 હજાર ગામડાઓમાં કાર્યક્રમની ઉજવણી કરાશે
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યના 14,000 થી વધુ ગામડાઓ તાલુકાઓ અને તમામ જિલ્લાઓની સરકારી કચેરીઓ તેમજ લોકોના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે જેમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ મંત્રી જેપી નડ્ડા પણ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચો : વિશ્વનું એકમાત્ર 3 લાખની વસ્તી ધરાવતા ગામ સાથે ભાજપનો અન્યાય; રિવર્સ તિરંગા યાત્રા કાઢવા CM ને કરાશે રજૂઆત: AAP