કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સ્વદેશ દર્શન 2.0 હેઠળ ધોળાવીરાના વિકાસ માટે કામગીરી શરૂ

Text To Speech
  • સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ધોળાવીરા અને દ્વારકાની પસંદગી
  • સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી. 
ભુજ: ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન ૨.૦ અંતર્ગત ભારતના કુલ ૫૦ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે. ત્યારે આજરોજ યોજાયેલી બેઠકમાં ભચાઉ તાલુકાના ધોળાવીરાના વિકાસ માટે પ્રોજેકટ ડેવલોપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમાયેલા આઇએનઆઇ ડીઝાઇન સ્ટૂડીયો દ્વારા ધોળાવીરાના વિકાસ માટે બનાવાયેલા માસ્ટર પ્લાન વિશે પ્રેઝન્ટશન રજૂ કરાયું હતું.
ધોળાવીરાનો સસ્ટેનેબલ એન્ડ રીસ્પોન્સ ટુરીસ્ટ સ્થળ તરીકે વિકાસ કરવાના હેતુસર બે ભાગમાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, એમ્ફીથીયેટર, ટેન્ટ સીટી, ટુરીસ્ટ પ્લાઝા, રસ્તાનો વિકાસ સહિતના કામો હાથ ધરાશે.
રૂ.૧૩૫ કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન વિશે રજૂ કરાયેલી વિગતોમાં કલેક્ટર અમિત અરોરાએ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવા તથા કમ્યુનિટી હોલ બનાવવા સહિતની અન્ય જરૂરી સૂચનો કર્યા હતા.
ધોળાવીરા પ્રવાસન સ્થળના વિકાસ સાથે માસ્ટર પ્લાનમાં નજીકના ધાર્મિક સ્થાનકો, કુદરતી સ્થળો સહિતના જોવાલાયક સ્થળોને સાંકળી લેવાશે.  જેથી પ્રવાસીઓ અહીં વધુમાં વધુ જોવાલાયક સ્થળોની મુલાકાત કરી શકે.
Back to top button