ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

બેકાબૂ આખલાએ વ્યક્તિને હવામાં ફંગોળ્યો, વાયરલ વીડિયોમાં જોવા મળ્યો રખડતા પશુનો આતંક

Text To Speech
  • સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બળદ ઉભેલા ટોળામાંથી એક વ્યક્તિને હવામાં ફંગોળે છે

HD ન્યૂઝ ડેસ્ક, 11 જૂન: ભારતમાં રખડતા ઢોરના હુમલા સામાન્ય બની ગયા છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે ભારતનો નહીં પરંતુ અમેરિકાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક રખડતો આખલો લોકોની ભીડમાં પહોંચી ગયો છે, જ્યાં તે તબાહી મચાવી રહ્યો છે.

આખલાએ એક વ્યક્તિને ફૂગાન જેમ હવામાં ફંગોળ્યો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બળદ કૂદીને વાડાની બહાર આવી જાય છે એન બહાર આવ્યા પછી તે દોડ-ધામ મચાવે છે. આ પછી તે ત્યાં ઉભેલા લોકો પર હુમલો કરે છે. આખલો ભીડમાં દોડે છે અને એક મહિલાને ઉપાડી નીચે ફેંકી દે છે. આ ઘટના સિસ્ટર્સ રોડીયો મેદાનની બહાર બની હોવાનું કહેવાય છે. બળદ ભાગી ગયા બાદ પેન સ્ટાફ તેને પકડવા દોડતો જોવા મળ્યો હતો. આખલાએ થોડા સમય માટે ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ લોકોએ તેને પકડી લીધો અને પછી તેને અંદરથી બંધ કરી દેવામાં આવ્યો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના રોડીયો ગેમ દરમિયાન બની

સિસ્ટર્સ રોડિયો પ્રોગ્રામ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે અમેરિકામાં રોડીયો ખૂબ જ મનોરંજક રમત માનવામાં આવે છે, પરંતુ આ રમતમાં આ પ્રકારની સ્થિતિ ગમે ત્યારે ઊભી થઈ શકે છે.

અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:

 

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @weixj8862 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો: રસોડામાં કામ કરી રહી હતી મહિલા, અચાનક ફાટ્યો સિલિન્ડર, જૂઓ CCTV

Back to top button