ટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસના આતંકીઓ અંગે UN રિપોર્ટઃ બંધકો અને મૃતદેહો સાથે પણ રાક્ષસી કૃત્યો કર્યાં

  • ઇઝરાયેલ પર હમાસના હુમલા દરમિયાન દુષ્કર્મ થયું હોવાનું “માનવા માટેના વ્યાજબી કારણો” રહેલા છે: રિપોર્ટ

HD ન્યૂઝ ડેસ્ક, 5 માર્ચ: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રનો એક રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હમાસ દ્વારા ઈઝરાયેલ પર 7 ઑક્ટોબરના હુમલા દરમિયાન દુષ્કર્મ કરવામાં આવ્યા હતા અને બાદમાં ગાઝા લઈ જવામાં આવેલા બંધકો પર પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ પર હમાસના હુમલા દરમિયાન દુષ્કર્મ થયું હોવાનું “માનવા માટેના વ્યાજબી કારણો” રહેલા છે.

 

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, જાતીય હિંસા મુખ્યત્વે ત્રણ સ્થળોએ થઈ છે. મોટાભાગની ઘટનાઓમાં પીડિતો પર દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી હતી અને ઓછામાં ઓછી બે ઘટનાઓ મહિલાઓના શબ પર દુષ્કર્મ થવા સાથે સંબંધિત છે. યુએનના વિશેષ પ્રતિનિધિ પ્રમિલા પૈટનને “સ્પષ્ટ અને નક્કર માહિતી” મળી હતી કે, કેટલાક બંધકો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેઓ માને છે કે “આ ગુનાઓ હજુ પણ પકડાયેલા લોકો સામે ચાલુ હોઈ શકે છે.”

યુએનના વિશેષ પ્રતિનિધિએ ફેબ્રુઆરીની શરૂઆતમાં ઇઝરાયેલની લીધી હતી મુલાકાત

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ ફાઇટર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. દુષ્કર્મ અને જાતીય હિંસા પર ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપવા બદલ સંયુક્ત રાષ્ટ્રને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પૈટન દ્વારા નિષ્ણાતો સાથે મળીને ફેબ્રુઆરીની શરૂઆતમાં અઢી અઠવાડિયા માટે ઇઝરાયેલ અને પશ્ચિમ કાંઠાની મુલાકાત લેવામાં આવી હતી. મિશન ટીમને ઘણા વિશ્વસનીય પુરાવા મળ્યા જે હુમલા દરમિયાન દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની ઘટનાની પુષ્ટિ કરે છે.

યુએનના અહેવાલ મુજબ, જાતીય હિંસા મુખ્યત્વે ત્રણ સ્થળોએ થઈ હતી. નોવા સંગીત સમારોહ સ્થળ અને તેની આસપાસ, રોડ 232 અને કિબુટ્ઝ રીમ. “આમાંની મોટાભાગની ઘટનાઓમાં, પીડિતોની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી અને ઓછામાં ઓછી બે ઘટનાઓમાં મહિલાઓના શબ સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે.

જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આગળ આવવા અને જુબાની આપવા માટે બોલાવવા છતાં, કોઈએ જુબાની આપી નથી. મિશનના સભ્યોએ ઓક્ટોબર 7ના હુમલામાં બચી ગયેલા અને સાક્ષીઓ તેમજ આરોગ્ય સેવાઓના સભ્યોની મુલાકાત લીધી હતી. તેઓએ હુમલાના 5,000 ફોટોગ્રાફ્સ અને 50 કલાકના ફૂટેજ જોયા. ઉલ્લેખનીય છે કે, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની સંખ્યા 30,000ને પાર થઈ ગઈ છે.

આ પણ જુઓ: ફરી લંબાવ્યો મિત્રતાનો હાથ! PM મોદીએ શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી

Back to top button