ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ચૂંટણી અને કેજરીવાલ પર UNની ટિપ્પણી: આશા છે કે દરેકના અધિકારોનું રક્ષણ થશે

  • દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે છે: UNના પ્રવક્તા મહાસચિવ સ્ટીફન દુજારિક

સંયુક્ત રાષ્ટ્ર, 29 માર્ચ: ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, યુનાઈટેડ નેશન્સ (UN) સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસના પ્રવક્તાએ કહ્યું કે, વૈશ્વિક સંસ્થા અપેક્ષા રાખે છે કે ભારત અને કોઈપણ દેશ કે જ્યાં ચૂંટણી થઈ રહી છે, ત્યાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવામાં આવે. દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે. UNના પ્રવક્તા મહાસચિવ સ્ટીફન દુજારિકને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓને ફ્રીઝ કરવાના પગલે આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા ભારતમાં રાજકીય અશાંતિ અંગે પૂછવામાં આવ્યું હતું.

 

રાજકીય અશાંતિ પર પૂછવામાં આવ્યો પ્રશ્ન

UNના પ્રવક્તા મહાસચિવ સ્ટીફન દુજારિક ગુરુવારે પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. ત્યારે તેમને કેજરીવાલની ધરપકડ અને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા ભારતમાં રાજકીય અશાંતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘ભારતમાં અથવા જે પણ દેશમાં ચૂંટણી થવાની છે ત્યાં આપણે આશા રાખી શકીએ કે દરેકના રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ થાય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ.

અમેરિકન રાજદ્વારીને બોલાવવામાં આવ્યા

કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અંગે USએ આ જ પ્રશ્નનો જવાબ આપ્યાના એક દિવસ બાદ UNની પ્રતિક્રિયા બહાર આવી છે. હકીકતમાં, કેજરીવાલની ધરપકડ અંગેની તેમની ટિપ્પણીના વિરોધમાં બુધવારે ભારત દ્વારા એક વરિષ્ઠ US રાજદ્વારીને બોલાવવામાં આવ્યા હતા, જેના કલાકો પછી વોશિંગ્ટનએ ફરીથી પુનરોચ્ચાર કર્યો હતો કે તે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે.

અમેરિકાએ ફરી એકવાર આપ્યું હતું નિવેદન 

અમેરિકન રાજદ્વારીને બોલાવવા પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, ‘હું કોઈ ખાનગી રાજદ્વારી ચર્ચા વિશે વાત કરીશ નહીં. પરંતુ અમે સાર્વજનિક રીતે જે કહ્યું છે, તે હું ફરીથી પુનરાવર્તિત કરું છું કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે આની સામે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ. અમે આ અંગે વ્યક્તિગત રીતે સ્પષ્ટતા કરીશું.” નવી દિલ્હીમાં આવેલા વિદેશ મંત્રાલયના અધિકારીઓએ યુએસ એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. જે બાદ યોજાયેલી બેઠક 30 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી.

USને ભારતનો કડક જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીને ‘અયોગ્ય’ ગણાવતા, ભારતે ગુરુવારે કહ્યું હતું કે, “તેમને તેની સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ છે અને તેઓ કોઈપણ પ્રકારના બિનજરૂરી બાહ્ય પ્રભાવથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.” એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

આ પણ જુઓ: કેજરીવાલ પર અમેરિકા-જર્મનીની ટિપ્પણી બાદ ધનખરનો જવાબ: ન્યાયતંત્ર પર લેક્ચર ન આપો

Back to top button