ગુજરાતટ્રેન્ડિંગ

ઉમરેઠ: BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી પર દુષ્કર્મ કેસમાં 4 દિવસના રિમાન્ડ મંજૂર

Text To Speech
  • ઉમરેઠના રામ તળાવ નજીક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું
  • મનોદિવ્યાંગ યુવતી સાથે આચરેલા દુષ્કર્મના કેસમાં ઉમરેઠ પોલીસે પૂજારીની ધરપકડ કરી
  • જમવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપતો હોવાની કબૂલાત કરી હતી

આણંદના ઉમરેઠમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ મનોદિવ્યાંગ યુવતી સાથે આચરેલા દુષ્કર્મના કેસમાં ઉમરેઠ પોલીસે પૂજારીની ધરપકડ કરી હતી. બુધવારે શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂજારી છેલ્લા ત્રણ વર્ષથી મંદિર ખાતે જ રહેતો હતો.

ઉમરેઠના રામ તળાવ નજીક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું

ઉમરેઠના રામ તળાવ નજીક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતાં ઉમરેઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ શિવાભાઈ વાઘેલાએ મંદિરમાં કામકાજ કરતી મનોદિવ્યાંગ યુવતી સાથે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હોવાનું ખૂલ્યું હતું. તેમજ મૃત નવજાતનો જન્મ થતાં યુવતીની માતાએ એક કોથળીમાં શિશુને રામ તળાવ પાસે ત્યજી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે પૂજારી કાંતિ વાઘેલાની સઘન પૂછપરછ હાથ ધરી તેની ધરપકડ કરી હતી.

જમવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપતો હોવાની કબૂલાત કરી હતી

બુધવારે પૂજારીને ઉમરેઠની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પૂજારીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વર્ષ 1997માં કાંતિ વાઘેલાની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેની એક પુત્રી છે જે પરિણીત છે. છેલ્લા ત્રણ વર્ષથી કાંતિ મંદિરમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉમરેઠ પોલીસ મથકના પીઆઈ જી.એમ.પાવરાએ જણાવ્યું હતું કે, કાંતિ વાઘેલાનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવશે. જે માટે તેને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાશે. આજે પંચોની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા રસોડામાં શેડ નીચે એક ખૂણામાં કાંતિ યુવતી સાથે દુષ્કર્મ આચરતો હોવાનું અને જો કોઈને આ વાતની જાણ કરીશ તો તારું જમવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપતો હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કેનેડા વર્ક પરમીટના નામે વધુ એક વખત છેતરપિંડી કરાઇ 

Back to top button