સ્પોર્ટસ

ઈરાની ટ્રોફીમાં ઉમરાન મલિકે મચાવી તબાહી : રેસ્ટ-ઓફ-ઇન્ડિયા સામે સૌરાષ્ટ્ર 98 રનમાં ઓલ આઉટ

Text To Speech

ઈરાની ટ્રોફી : યુવા ઝડપી બોલર મુકેશ કુમાર અને ઉમરાન મલિકની ધમાકેદાર બોલિંગના જોરે રેસ્ટ ઓફ ઈન્ડિયાએ સૌરાષ્ટ્રને પ્રથમ દાવમાં 98 રનમાં આઉટ કરી દીધું હતું. હાલ ચાલી રહેલ ઈરાની ટ્રોફીમાં રેસ્ટ-ઓફ-ઇન્ડિયા અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચમાં રેસ્ટ-ઓફ-ઇન્ડિયા તરફથી મુકેશ કુમાર અને ઉમરાન મલિકે તબાહી મચાવી હતી, જેને સૌરાષ્ટ્રના ખેલાડીઓ સહન કરી શક્યા ન હતા. રેસ્ટ-ઓફ-ઇન્ડિયાનાં ઝડપી બોલર મુકેશ કુમાર અને ઉમરાન મલિકે ધમાકેદાર બોલિંગ કરી હતી. મેચ દરમિયાન રેસ્ટ-ઓફ-ઇન્ડિયા તરફથી મુકેશ કુમારે 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમરાન મલિકે 5.5 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉપરાંત કુલદીપ સેનને પણ 3 વિકેટ મળી હતી અને સૌરાષ્ટ્રને પહેલી ઇનિંગમાં 98 રનમાં ઓલ-આઉટ કરી દીધું હતું.

રેસ્ટ-ઓફ-ઇન્ડિયાની ઘાતક બોલિંગ સામે સૌરાષ્ટ્રનાં પ્રથમ પાંચ બેટ્સમેનો સ્કોર ડબલ ફિગરને પાર પણ કરી શક્યો ન હતો. બાદમાં પાછળનાં માત્ર 4 બેટ્સમેનોએ ડબલ ફિગર પાર કર્યો જેથી સૌરાષ્ટ્રનો સ્કોર 98 પર પહોંચ્યો હતો.

ફોલ ઓફ વિકેટ્સ (સૌરાષ્ટ્ર)

4-1 (હાર્વિક દેસાઈ, 2.3)
4-2 (ચિરાગ જાની, 2.4)
5-3 (પુજારા, 3.2)
5-4 (સ્નેલ પટેલ, 4.1)
30-5 (વસાવડા, 9.3)
34- 6 (જેકસન, 10.2)
52-7 (પ્રેરક માંકડ, 14.2)
60-8 (ઉનડકટ, 15.2)
65-9 (પાર્થ ભુત, 16.1)
98-10 (ડી.એ. જાડેજા, 24.5)

સૌરાષ્ટ્ર તરફથી ડી.એ. જાડેજાએ સર્વાધિક 28 રન બનાવ્યાં હતાં. ઉપરાંત વસાવડાએ 22 રન, ઉનડકટએ 12 રન અને ચેતન સાકરિયાએ 13 રન બનાવ્યાં હતાં.

આ પણ વાંચો : સ્વચ્છતામાં ડાયમંડ સિટીનો ડંકો, સમગ્ર દેશમાં બીજુ સૌથી સ્વચ્છ શહેર

Back to top button