નેશનલ

ઉમેશ પાલ મર્ડર કેસ : હત્યાને અંજામ આપ્યા બાદ બે કલાક સુધી આરોપીઓ પ્રયાગરાજમાં જ રોકાયા હતા

Text To Speech

પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસને અંજામ આપનારા શૂટરોને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો ઉમેશ પાલની હત્યા કરનાર શૂટર લગભગ 2 કલાક સુધી પ્રયાગરાજમાં છુપાયેલો હતો. તેમને પ્રયાગરાજની બહાર લઈ જવા માટે બપોરના સમયે જ બેકઅપ પ્લાનના 2 ફોર્ચ્યુનર વાહનો મોકલવામાં આવ્યા હતા. હત્યાના બે કલાક બાદ આરોપી એ જ ફોર્ચ્યુનરમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તે જ રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુનર કાર રાયબરેલી ટોલ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સાથે જ પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

હત્યાકાંડને વીત્યું એક અઠવાડિયું

ઉમેશ પાલ હત્યા કેસને આખું અઠવાડિયું વીતી ગયું છે. જાહેરમાં ગોળીબાર કરનારા શૂટર્સ પકડાયા નથી, પરંતુ આ હત્યાકાંડ બાદ માફિયા અતીક અહેમદ પર મુશ્કેલીનો પડછાયો મંડરવા લાગ્યો છે. અતીક, તેના ભાઈ, બાળકો અને પત્ની સહિત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા અને પોલીસે તેની સાથે જોડાયેલા ઘણા લોકોની માહિતી એકઠી કરી હતી. UP STF સતત આતિકના ગોરખધંધાઓ પર સકંજો કસવામાં આવી રહી છે.

આ 7 શખસો ક્યારે ધરપકડ થશે?

અતીક અહેમદ – માફિયા ડોન
ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ – અતીકનો ભાઈ
શાઇસ્તા પરવીન – અતીકની પત્ની
મોહમ્મદ અસદ – અતીકનો પુત્ર
અરબાઝ – અતીકનો ડ્રાઈવર
ગુડ્ડુ મુસ્લિમ – અતીકનો બોમ્બર
ગુલામ – અતીકનો શૂટર
શબીર – અતીકનો શૂટર
સદાકત ખાન – કાવતરાખોર

Back to top button