ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉમર અને ફારૂક અબ્દુલ્લા ભારતમાં પાકિસ્તાનના રાજદૂત છે: ભાજપના નેતાના તીખા પ્રહારો

Text To Speech
  • તરુણ ચુગએ જમ્મુ-કાશ્મીરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પાર્ટી પ્રભારી રહેલા છે 

જમ્મુ-કાશ્મીર, 12 જુલાઈ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે નેશનલ કોન્ફરન્સના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા છે. તરુણ ચુગે એક મોટું નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા ભારતમાં પડોશી દેશ પાકિસ્તાનના રાજદૂત છે.’ મહત્ત્વપૂર્ણ છે કે, ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને જમ્મુ-કાશ્મીર માટે પાર્ટી પ્રભારી પણ બનાવ્યા છે.

 

તરુણ ચુગને કેમ ગુસ્સો આવ્યો?

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર વિકાસ અને શાંતિને ન સ્વીકારવા અને પાકિસ્તાન સાથે સંબંધિત લાગણીઓ વ્યક્ત કરવા બદલ ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને નેતા પૂર્વ મુખ્યમંત્રી છે. તરુણ ચુગે તો ત્યાં સુધી કહ્યું કે, ઉમર અને ફારૂક ભારતમાં તે દેશના રાજદૂત છે.

તેઓ ISI સાથે સંબંધિત લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે: ચુગ

જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી તરુણ ચુગે કહ્યું કે, ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા બંનેને ભારતમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે લેબલ લગાવવા જોઈએ. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા અસાધારણ વિકાસ અને શાંતિને સ્વીકાર્યા વિના પાકિસ્તાનની ‘ISI’ સંબંધિત લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

સશસ્ત્ર દળો પ્રત્યે કોઈ આદર દર્શાવ્યો ન હતો: ચુગ

તરુણ ચુગ અહીં જ ન અટક્યા, ઉમર અને ફારુક અબ્દુલ્લા વિશે કહ્યું કે, ‘તેઓએ અમારા સશસ્ત્ર દળો પ્રત્યે કોઈ સન્માન દર્શાવ્યું નથી, જેઓ ISIના એજન્ડાને નિષ્ફળ બનાવવા માટે અથાક મહેનત કરે છે, તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ ISI સમર્થિત આતંકવાદીઓ હુમલો કરે છે, ત્યારે અબ્દુલ્લા પરિવાર મોદી સરકારની ટીકા કરવા દોડી જાય છે.’

આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની થશે જીત, જાણો કોણે કરી આગાહી

Back to top button