કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં વિદેશમાં છે ત્યારે ફરી એકવાર દેશ વિરોધી સૂર છેડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. આ વખતે તેમણે કહ્યું કે, મોદીએ પોતે કહ્યું છે કે છેલ્લા 60-70 વર્ષોમાં કંઈ નથી થયું. તેમણે એવું કહીને દરેક ભારતીય અને તેમના દાદા-દાદીનું અપમાન કર્યું છે.
છેલ્લા થોડાં દિવસોથી રાહુલ ગાંધી ભારતમાં નથી ત્યારે વિદેશમાં લંડન ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના કાર્યક્રમમાં ભાજપના એ આરોપોનો જવાબ આપી રહ્યા છે, જેમાં તેમના પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે તેમની ભારત જોડો યાત્રાની તુલના ભાજપની ત્રણ દાયકા જૂની રથયાત્રા સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભાજપની પણ રથયાત્રા હતી, તેમાં ફરક છે. તે યાત્રાનું કેન્દ્ર એક રથ હતો જે રાજાનું પ્રતીક છે. અમારો રથ લોકોને ભેગા કરીને ગળે લગાડતો હતો.
આ પણ વાંચો : ઉત્તર ભારતમાં આગામી 4 દિવસ સુધી હવામાન બગડશે
રાહુલે એમ પણ કહ્યું કે RSS અને ભાજપને હરાવવાની જરૂરિયાત લોકોના મનમાં ઊંડે સુધી બેસી ગઈ છે. ભારત જોડો દરમિયાન અનેક અભિગમો હતા. આ પ્રવાસમાં ઘણો અંડર કરંટ હતો. તેમણે કહ્યું કે અમે સંસ્થાકીય માળખા સામે લડી રહ્યા છીએ. RSS અને ભાજપે તે સંસ્થાઓ (તપાસ એજન્સીઓ) પર કબજો કરી લીધો છે જે તટસ્થ રહેવું જોઈએ.
રાહુલે વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે શું કહ્યું?
જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું તમે આગામી પીએમ પદના ઉમેદવાર હશો? આ અંગે તેમણે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. કેન્દ્રીય વિચાર ભાજપ અને આરએસએસને હરાવવાનો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેમ્બ્રિજ લેક્ચરમાં તેઓએ ક્યારેય કંઈ ખોટું કહ્યું નથી. ભાજપને દરેક વસ્તુઓ તોડી મરોડીને કહેવાની ટેવ છે.
આ પણ વાંચો : ભારત-ચીન સરહદ પર અચાનક હિલચાલ, ભારતે ગાલવાન અને પેંગોંગ ખીણમાં સતર્કતા વધારી