ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

યુક્રેનના રાષ્ટ્રપતિનું ‘One Word Tweet’ ટોપ ટ્રેન્ડમાં, જાણો-શું છે આ શબ્દ ?

Text To Speech

ટ્વિટર ઉપર શરૂ થયેલા One Word ટ્રેન્ડમાં અનેક દિગ્ગજો જોડાયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પણ તેમાં જોડાયા છે. તેમનું ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે.

રશિયા અને યુક્રેન વચ્ચે 6 મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનું અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ યુદ્ધમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે પરંતુ તેના સૈનિકોએ હજુ સુધી હથિયાર નીચે મૂક્યા નથી. રશિયન સેનાએ પોતાની ઘાતક મિસાઈલો અને બોમ્બ દ્વારા યુક્રેનના ઘણા શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે. આ પછી પણ યુક્રેને રશિયા સાથે યુદ્ધ કરવામાં પીછેહઠ કરી નથી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનું એક ટ્વિટ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઝેલેન્સકી તરફથી આ ટ્વિટમાં એક જ શબ્દ લખવામાં આવ્યો હતો.

આમ તો ટ્વિટર ઉપર શબ્દોની મર્યાદા ચોક્કસપણે હોય છે પરંતુ એટલી ઓછી નથી કે માત્ર એક જ શબ્દ લખી શકાય. વ્લાદિમીર ઝેલેન્સકી તરફથી લખવામાં આવેલ એક શબ્દવાળી આ ટ્વિટમાં ‘સ્વતંત્રતા’ લખવામાં આવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલું આ ટ્વિટ ચર્ચાનો વિષય બનેલું છે. તેમનું આ ટ્વિટ દર્શાવે છે કે, તેમને આઝાદી જોઈએ છે. આ કારણે યુક્રેને રશિયા સામેની લડાઈમાં હજુ સુધી હશિયાર હેઠા મૂક્યા નથી.

Volodymyr Zelenskyy
Volodymyr Zelenskyy

ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે ટ્વિટ

ઝેલેન્સકીની એક શબ્દવાળી ટ્વિટ હજાર શબ્દો સમાન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકો તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. કોઈ યુક્રેનને સમર્થન આપી રહ્યું છે તો કોઈ રશિયાના વલણ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ ટ્વિટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેને અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને આશરે 17 હજાર વખત રીટ્વિટ કરવામાં આવ્યું છે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ હુમલો કર્યો

રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો અને છેલ્લા 6 મહિનામાં પુતિન તથા તેમના સૈન્ય અધિકારીઓએ યુક્રેનની સેના તરફથી અણધાર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. 28 ઓગસ્ટ 2022ના રોજ યુક્રેને દક્ષિણી પ્રાંત ખેરસનમાં પ્રતિ-આક્રમણ શરૂ કર્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના વરિષ્ઠ સલાહકાર ઓલેક્સી અરેસ્તોવિચે આ ઓપરેશનને ધીમી ગતિથી શત્રુના વિનાશ તરીકે વર્ણવ્યું હતું.

Back to top button