ટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હિરોશિમામાં PM મોદીને મળી શકે છે

Text To Speech

જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળી શકે છે. જો આવું થાય છે, તો યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી તે પ્રથમ વખત બનશે જ્યારે બંને નેતાઓ રૂબરૂમાં મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી G7 સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે અને તેઓ શનિવારે હિરોશિમા પહોંચી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હિરોશિમા પહોંચી ગયા છે. જ્યાં તેઓ G7ના નેતાઓ સાથે મુલાકાત કરશે અને ક્વાડ લીડરશિપ સમિટમાં પણ ભાગ લેશે.

યુક્રેનના નાયબ વિદેશ પ્રધાને ભારતની મુલાકાત લીધી હતી

આ વર્ષની શરૂઆતમાં, યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન એમિન ઝાપારોવાએ ભારતની (નવી દિલ્હીની) મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે યુક્રેનની “શાંતિ યોજના” ને સમર્થન આપવા ભારતને વિનંતી કરી હતી. ભારતે અનેક પ્રસંગોએ રશિયા અને યુક્રેન બંનેને પૂર્વ યુરોપીય ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વાતચીતના માર્ગ પર પાછા ફરવા આગ્રહ કર્યો છે. યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એકવાર મુલાકાત કરી હતી. સપ્ટેમ્બર 2022 માં, તેઓ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની શિખર બેઠક દરમિયાન પુતિનને મળ્યા હતા. SCO સમિટ દરમિયાન બંને નેતાઓની મુલાકાત થઈ હતી. પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું કે આ ‘યુદ્ધનો યુગ નથી’

પીએમ મોદીએ શાંતિની અપીલ કરી હતી

પીએમ મોદીએ આ ફેબ્રુઆરીમાં પણ યુક્રેનમાં શાંતિની અપીલ કરી હતી. નવી દિલ્હીમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ કર્યો છે. ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 ઉપરાંત અન્ય દેશો સાથે ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે, મહત્વનું છે કે ભારતને G7ના શિખર સંમેલનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે G7ના પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે.

આ પણ વાંચો:G-7 સમિટને લઈ હિરોશિમા પહોંચ્યા PM મોદી, આ સમિટમાં શું છે ખાસ?

 

Back to top button