નેશનલવર્લ્ડ

મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને હવે યુક્રેને માંગી માફી

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેને એવું કૃત્ય કર્યું છે જેનાથી ભારતીય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જો કે, યુક્રેનને તેના પગલા બદલ પસ્તાવો છે અને તેણે ભારત પાસે માફી માંગી છે.

બે દિવસ પહેલા યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે જેમાં હિન્દુ દેવી મા કાલીને વાંધાજનક રીતે બતાવવામાં આવી હતી. થોડા સમય પછી, યુક્રેનને ટ્વીટને કાઢી નાખ્યું હતું.

અંતે માફી માંગવી પડીઃ

હવે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન જેપ્પરએ તેમના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા શરમજનક કૃત્ય માટે માફી માંગી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે અમને ખેદ છે કે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિન્દુ દેવી મા કાલીને વાંધાજનક રીતે બતાવવામાં આવી. યુક્રેન અને તેના લોકો અનન્ય ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને સમર્થનની ખૂબ પ્રશંસા કરે છે. કાલી માતાની તસવીર પહેલા જ હટાવી દેવામાં આવી છે. અમે પરસ્પર આદર અને મિત્રતાની ભાવના સાથે સહકારને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. 

ભારતીયોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો:

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીની અભદ્ર તસવીર ટ્વીટ કરી હતી, જેના પર ભારતીયો ભડક્યા હતા. યુક્રેન દ્વારા શેર કરાયેલ ટ્વિટમાં કાલી માતાની એક તસવીર ધુમાડા ઉપર બતાવવામાં આવી હતી. આ સાથે માતા કાલીના ગળામાં ખોપરીની માળા હતી. ટ્વિટર હેન્ડલ @DefenceU એ “વર્ક ઓફ આર્ટ” કેપ્શન સાથે આ ફોટો ટ્વિટ કર્યો છે. જેના પર ભારતીય યુઝર્સ ગુસ્સે થયા હતા. ભારતીયોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ ફોટો 30 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સાથે નાપાક હરકત કરી, મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કર્યો, લોકોમાં રોષ

Back to top button