ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે જાણીતી બનેલી કંપની ઝોમેટો પોતાની એડના કારણે વિવાદમાં આવી ગઈ છે. તાજેતરમાં ઝોમેટોની એક એડમાં મહાકાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે છે. મહાકાલ મંદિરના પુજારીએ તે એડને ભ્રામક ગણાવીને નોનવેજ ભોજન ડિલિવર કરતી કંપનીએ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ તેમણે એડનો વિરોધ કરીને કંપની અને ઋતિક રોશન દ્વારા માફી નહીં માગવામાં આવે તો તેઓ કોર્ટમાં જશે તેમ પણ જણાવ્યું છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ ?
ઝોમેટોની નવી ઓનલાઈન એડ જાહેર થઈ છે જેમાં જે પણ શહેર હોય તે શહેરની સાથે એડને જોડવામાં આવી છે. જેમાં જે તે શહેરની પ્રખ્યાત રેસ્ટોરા અને સ્થળના નામ સાથે ત્યાંની ફેમસ ડીશનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમાં ઉજ્જૈનની એડમાં ઋતિક રોશન બોલી રહ્યો છે કે, ‘થાલી કા મન કીયા.. ઉજ્જૈનમેં હૈ તો મહાકાલ સે મંગા લીયા..’ મતલબ કે થાળી જમવાનું મન થયું તો ઉજ્જૈનમાં છીએ તો મહાકાલ પાસેથી મંગાવી લીધી.
Ujjain: Mahakal priest condemns Zomato's 'thali' ad featuring Hrithik Roshan, seeks withdrawal, apology
Read @ANI Story | https://t.co/AnUUfeJMuc#Zomato #Mahakaltemple #HritikRoshan pic.twitter.com/lQUCN5W9wD
— ANI Digital (@ani_digital) August 21, 2022
શું કહે છે મંદિરના પૂજારી
આ અંગે મહાકાલ મંદિરના પુજારીએ જણાવ્યું કે, મહાકાલ મંદિર અન્નક્ષેત્રમાં ભક્તોને થાળીમાં ભોજન પીરસવામાં આવે છે પરંતુ તે થાળીનું ભોજન કોઈ મંગાવે એટલે બહાર ડિલિવર કરવાની કોઈ જોગવાઈ નથી. કંપનીએ પોતાની જાહેરાતમાં મહાકાલ મંદિર માટે ભ્રામક પ્રચાર કર્યો છે. આ પ્રકારની જાહેરાત બનાવતા પહેલા કંપનીએ વિચારવું જોઈએ. હિંદુ સમાજ સહિષ્ણુ છે, તે કદી ઉગ્ર નથી થતો. જો અન્ય કોઈ સમુદાય હોત તો આવી કંપનીમાં આગ લગાવી દેવામાં આવી હોત. ઝોમેટો અમારી લાગણીઓ સાથે આ પ્રકારે રમત રમવી ન જોઇએ.
આ પણ વાંચો : અજા એકાદશી ક્યારે છે ? જાણો તારીખ, શુભ સમય અને પૂજાની રીત
મંદિરમાં ફ્રીમાં ભોજનરૂપી પ્રસાદની વ્યવસ્થા
હકીકતે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આવેલા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભોજનરૂપી પ્રસાદ ગ્રહણ કરે છે. મંદિર સમિતિ દ્વારા ફ્રીમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે અને શ્રદ્ધાળુઓ સવારના 11:00થી 2:00 વાગ્યા સુધી તથા સાંજે 5:00થી 8:00 વાગ્યા સુધી અન્નક્ષેત્રમાં બેસીને થાળીમાં પીરસાતો પ્રસાદ ગ્રહણ કરી શકે છે.