અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુગાન્ડાથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી, ત્રણ પેડલર સકંજામાં

Text To Speech

અમદાવાદ સહિત રાજ્યમાં પહેલા દારૂ અને હવે ડ્રગ્સના નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાલડી પાસે આવેલ ભુદરપુરા રોડ પર યુગાન્ડાની યુવતી પાસેથી 51 ગ્રામ કોકેન ઝડપી પાડ્યું છે.

  • કોકેનની 1 ટ્રિપના 10 હજાર મળતા
  • યુગાન્ડાથી અમદાવાદ કોકેનની ડિલિવરી કરવા આવી
  • 4 વર્ષથી બે શખસ મિત્રોને રેવ પાર્ટી કરાવતા
  • અત્યારસુધી મહિલા 10 ટ્રિપ કરી ચૂકી છે

ક્રાઈમ બ્રાન્ચે રસીમુલ રિચેલ સહિત શાલીન કલ્પેશ શાહ અને આદિત્ય સુરેશ પટેલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી યુગાન્ડાની યુવતી મુંબઈથી કોકેનની ડિલિવરી કરવા અમદાવાદ આવી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા જ ડિલિવરી કરે તે પહેલા તેની ધરપકડ કરી લેવામાં આવી. અંદાજે ચાર લાખની કિંમતના 51 ગ્રામ કોકેન સહિત 29 લાખ ના મુદ્દા પણ જપ્ત કર્યો છે.

 

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ પહેલીવાર નહીં પરંતુ યુગાન્ડાની રસીમુલ રિચેલ મુંબઈથી 8 વાર ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવી ચૂકી છે. ડ્રગ્સની ડિલિવરી માટે એક ટ્રીપના 10000 રૂપિયા ઉપરાંત હોટલમાં રહેવાનું અને ખાવાની વ્યવસ્થા પણ તેને મળતી. મોટી વાત તો એ છે કે યુગાન્ડાની યુવતી ભારતમાં મેડિકલ વિઝાના આધારે આવી હતી તેના વિઝા પૂર્ણ થઈ ગયા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે. અમદાવાદમાં દર વખતે અલગ અલગ પ્રકારના ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવતી હતી. આ વખતે તેને અન્ય યુગાન્ડાની યુવતીનો પાસપોર્ટ લઈને આવી હતી. આરોપી શાલીન અને આદિત્યની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં અનેકવાર તેઓ રેવ પાર્ટી માટે ડ્રગ્સ મંગાવતા અને અમદાવાદ સહિત આસપાસના ફાર્મ હાઉસમાં મિત્રોને બોલાવી તેનો નશો કરતા.

ઝડપાયેલા આરોપી પૈકી આદિત્ય પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઇ ચૂકેલ છે. બે દિવસ પહેલા પણ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી 203 ગ્રામ એમડી ડ્રગ્સની સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

Back to top button